ફરિયાદ નિવારણ સેલ અને એમ.સી.એમ.સી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાન
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ અન્વયે વલસાડ જિલ્લાની ૧૮૧-કપરાડા (અ.જ.જા.) બેઠક માટે ભારતીય પંચ દ્વારા નિયુકત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાને(આઇ.એ.એસ.) ચૂંટણીલક્ષી ફરિયાદોના નિવારણ, સીવીજીલની કામગીરી, તેમજ પેઇડ ન્યુઝ ઉપર નજર રાખવા શરૂ કરાયેલા એમસીએમસી સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાને સીવીજીલમાં એફએસટી, એસએસટી ટીમના લોકેશન અને તેમની કામગીરીનું લાઇવ નિરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ચૂંટણીલક્ષી ફરિયાદો માટે આવેલ કોલ અંગે પણ માહિતી મેળવી હતી. પેઇડ ન્યુઝ ઉપર નજર રાખવા શરૂ કરાયેલા એમસીએમસી સેન્ટરની મુલાકાત લઇ તમામ બાબતોથી વાકેફ થઇ સંતોક્ષ વ્યકત કર્યો હતો.
આ વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.એન.ચૌધરી, ઓબ્ઝર્વરના લાયઝન અધિકારી શ્રી ડી.કે.વસાવા, નાયબ માહિતી અધિકારી શ્રી એ.એસ.બારોટ ફરજ પરના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા

No comments