Translate

ઉમિયા ગ્રુપની કોરોના વોરીયર્સ ની ખરી ભુમિકા .

 


વલસાડ માં કોરોના કાળ દરમિયાન ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ , વલસાડ ની અવિરત સેવા ઓ જેવી કે , અનાજ કિટ વિતરણ લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને 2211 અનાજ કિટનું વિતરણ કરેલ , વતનવાપસી અભિયાન કોરોના મહામારી માં 2000 શ્રમિકો ને ઘરે વતન જવામાં સહાયક રૂપ થયા , રકતદાન કેમ્પ આવા કપરા સમયમાં પણ 126 અને 601 રકતબોટલ નો મહારકતદાન શિબિર નું આયોજન કરેલ , ઉમિયા ડોઝ વલસાડના લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષ મંત્રાલય મુજબની હોમયોપેથી દવા 1 લાખ થી વધુ લોકોને નિ : શુલ્ક વિતરણ કરેલ , ઉમિયા સ્ટીમર બાફ ( સ્ટીમ ) લેવાથી વધુ લોકો સુરક્ષીત રહી શકે , તે આશ્રય થી બજાર કિમત 500 / - ના ફકત રૂ .100 / સેવામાં 6000 પરિવારો ને લાભ આપેલ , PPF કિટ કોવીડ પોઝીટીવ દર્દી ને મળવા અથવા અંતિમ ક્રિયા વખતે જરૂર પડતી બજાર વેચાણ ભાવ 1000 ની PPE કિટ ફકત રૂ . 151 / - માં સેવા રૂપે ઉપલ્બધ કરાવેલ , ઓકિસજન બોટલ સેવા વલસાડ માં જયારે કારોના દર્દીઓ ને હોસ્પિટલ માં બેડ ન મળતા , અને સારા થયા પછી ઘરે ઓકિસજન ની વ્યવસ્થા માટે ઓકિસજન બોટલની સેવા ચાલુ કરેલ , ઉમિયા કોવિડ કેર સેન્ટર વલસાડ માં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર વાડીમાં બે મહિના કોવિડ કેર સેન્ટર ચાલુ કરી 32 દર્દીઓ ને કોરોનાની માત આપી , માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડેલ , મેગા રેપીડ ટેસ્ટ કેમ્પ કોરોના ડર વચ્ચે સાવચેતી ના ભાગરૂપે લોકોમાં જાગરૂકતા લાવા એકજ દિવસમાં એકજ સ્થળે 223 વ્યકિતઓ નું રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યું .

No comments