ચૂંટણી મીડિયા સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાન
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ અન્વયે વલસાડ જિલ્લાની ૧૮૧-કપરાડા (અ.જ.જા.) બેઠકની ચૂંટણીલક્ષી તમામ માહિતી એકજ સ્થળેથી મળી રહે તેમજ ચંૂટણી અંગેની રોજ બરોજની માહિતી પ્રિન્ટ અને ઇલેકટ્રોનિકસ મીડીયાને ઉપલબ્ધ બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ જિલ્લા માહિતી કચેરી, વલસાડ ખાતે કાર્યરત કરાયેલા મીડિયા સેન્ટરની મુલાકાત ભારતીય પંચ દ્વારા નિયુકત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાન(આઇ.એ.એસ.)એ લીધી હતી.
આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર શ્રી રશીદ ખાને મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલા ૧૮૧-કપરાડા વિધાનસભાના મતદારોની સંખ્યા, જિલ્લા ચૂંટણીતંત્ર સહિત અન્ય આંકડાકીય વિગતો સાથે અદ્યતન તૈયાર કરવામાં આવેલી માહિતી નિહાળી સંતોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત મીડીયા સેન્ટરની કામગીરી, પેઇડ ન્યુઝ જેવી બાબતોની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ વેળાએ ઓબ્ઝર્વરના લાયઝન અધિકારી શ્રી ડી.કે.વસાવા, કચેરી અધિક્ષક જે.એસ.ખરાડી, ઇ.ચા. સીનિયર સબ એડિટર પ્રફુલ પટેલ સહિત માહિતી કચેરીનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. -


No comments