Translate

તા.૨૭ અને ૨૮મી ઓક્‍ટોબરે વલસાડ જિલ્લામાં રકતદાન શિબિર યોજાશે



વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, આચાર્ય સંઘ, પ્રાથમિક-માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક વલસાડના સંયુક્‍ત ઉપક્રમે કોવિડ-૧૯ મહામારીના સમયમાં જરૂરિયાતામંદોને મદદરૂપ થવા તા.૨૭ અને ૨૮મી ઓક્‍ટોબરના રોજ વિવિધ સ્‍થળોએ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત તા.૨૭/૧૦/૨૦૨૦ના રોજ બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ સ્‍કૂલ, અબ્રામા, વલસાડ ખાતે સવારે ૯-૦૦ વાગ્‍યાથી શરૂ થશે. જેમાં સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમિયાન ઉમરગામ તાલુકાના, સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન વાપી તાલુકા, સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ દરમિયાન ધરમપુર તાલુકા, બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ દરમિયાન પારડી તાલુકા અને બપોરે ૧-૦૦ થી ૨-૦૦ કલાક દરમિયાન વલસાડ તાલુકાની શાળાના કર્મચારીઓ હાજર રહેશે. જ્‍યારે તા.૨૮/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૯-૩૦ કલાકે એન.આર.રાઉત હાઇસ્કૂલ, નાનાપોંઢા ખાતે યોજાનાર રક્‍તદાન શિબિરમાં કપરાડા તાલુકાની શાળાઓના કર્મચારીઓ હાજર રહેશે. જે ધ્‍યાને લઇ વલસાડ જિલ્લાના શિક્ષણતંત્ર સાથે સંકળાયેલા તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ મહત્તમ સંખ્‍યામાં સ્‍વૈચ્‍છાએ જોડાઇને રક્‍તદાન કરવાનો અનુરોધ જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ દ્વારા કરાયો છે.

No comments