Translate

વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારો તથા જાહેર જનતાને જાણવા જોગ

 ૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦



વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારો તથા જાહેર જનતાને જાણવા જોગ

વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૦ અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ રૂ.૩૦.૮૦ લાખની મર્યાદામાં ખર્ચ કરવાના રહે છે, તથા આ ખર્ચ અંગે નિર્ધારિત કરેલી તારીખોએ ઉમેદવારોએ પોતે રૂબરૂમાં અથવા તેમના ચૂંટણી એજન્‍ટ મારફતે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સમક્ષ તપાસણી માટે ખર્ચ રજીસ્‍ટર રજૂ કરવાના રહે છે. જેમાં ચૂંટણી ખર્ચના રજીસ્‍ટર તથા ખર્ચ સંબંધી આનુષાંગિક વાઉચરો / દસ્‍તાવેજો સાથે ખર્ચ નિરીક્ષક પાસેથી ચકાસણી કરાવી લેવાના રહે છે. આવા કુલ- ૦૩ (ત્રણ) નિરીક્ષણ મતદાનની તારીખ પહેલા કરવાના રહે છે. જે આગામી બીજું નિરીક્ષણ તા.૨૭/૧૦/૨૦૨૦ ના રોજ મામલતદાર કચેરી કપરાડા ખાતે રાખવામાં આવ્‍યું છે. જ્‍યારે ત્રીજું નિરીક્ષણ તા.૦૧/૧૧/૨૦૨૦ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી મામલતદાર કચેરી  કપરાડા ખાતે કરવામાં આવશે. જેમાં સામાન્‍ય જનતા પણ સદર નિરીક્ષણની કાર્યવાહી નિહાળી શકશે. દરેક નિરીક્ષણ પછી ઉમેદવારોના દૈનિક હિસાબના રજીસ્‍ટરના ઉતારા મુખ્‍ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર અપલોડ કરવા ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીના નોટીસ બોર્ડ પર પણ પ્રસિધ્‍ધ કરવામાં આવશે.


No comments