ફેસબુક હેક કરી પૈસા પડાવી લેતા સાયબર ક્રાઇમ કરનાર ઇસમને પકડી પાડતી વલસાડ પોલીસ
મે . પોલીસ અધિક્ષકશ્રી વલસાડ નાઓની સુચના તેમજ મે નાયબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ વિભાગ વલસાડ નાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ સાયબર ક્રાઇમના વણ ઉકેલાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને વલસાડ સીટી પો.સ્ટે . નોંધાયેલ A ગુ.ર.નં. ૧૧૨૦૦૦૧૦૨૦૨૦૨૪૨૦૨૦ આઇ.ટી.એક્ટ કલમ ૬૬ સી , કકડી તથા ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦ મુજબ મુજબના ગુન્હાના આરોપી પ્રીતેશ મહેશભાઇ પ્રજાપતિ રહે . અજીત સોસાયટી , નેનપુર તા.મહેમદાવાદ જી.ખેડા નાને તા .૦૭ / ૧૦ ૨૦૨૦ ના રોજ અટક કરવામાં આવેલ છે .
તેની પુછપરછ દરમ્યાન આરોપી તીનપત્તી ગેમ રમવા માટે ચીપ ખરીદવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી યુ ટ્યુબના માધ્યમથી ફેસબુક હેકીંગ શીખેલ પ્રથમ તલોદ જી.સાબરકાઠાના એક વ્યક્તિ પાસેથી ઓ.ટી.પી.મેળવવા ફેસબુક હેક કરવા માટે પોતાની પોલીસ તરીકે ઓ.ટી.પી.મેળવી હેક કરી રૂપીયા ૮૦૦૦ / - નું ચીટીંગ કરેલ આરોપી પોતાના ત્રણ થી ચાર ફેસબુક એકાઉન્ટ વાપરે છે પોતાના ટાર્ગેટને હેક કરવા માટે સામાન્ય ટ્રીક કે જેનાથી ભોગબનનાર નાઓ પાસવર્ડ સીમ્પલ કરેલ જેમ કે , પોતાનું નામ , મોબાઇલ નંબર , જન્મતારીખ , “ ૧ ૨ ૩ ૪ ” રાખે તેમજ મોબાઇલ નંબરના આગળના છ અક્ષર રાખે તેને મનધડત રીતે અલગ અલગ રીતે ટ્રાય કરીને ટ્રેક કરીને તે ભોગબનનારના એકાઉન્ટમાં ફેસબુક ફ્રેન્ડ હોય તેમની પાસે “ નાણાની જરૂરીયાત છે બે દીવસમાં પરત આપી દઇશ ” તેમ કહીને પોતાના પેટીએમ , ગુગલ પે માં પૈસા મંગાવતો હતો આ રીતે છ થી સાત એકાઉન્ટ હેક કરીને સાત આઠ લોકો સાથે આ રીતે ચીટીંગ કરેલ છે .
મે.જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદિપસિંહ ઝાલા સાહેબ દ્વારા જાહેર જનતાને સાવચેત રહેવા અપીલ છે .
( ૧ ) તમારો પાસવર્ડ તમારા મોબાઇલ નંબર , જન્મ તારીખ કે ૧ ૨ ૩ ૪ જવા આંકડા ક્યોરય ન રાખવા ( ૨ ) પાસવર્ડમાં એક કેપીટલ અક્ષર , એક નંબર એક સ્પેશીયલ કેરેક્ટર જેવાકે , # , ! , % , * વિગેરે હંમેશા રાખવા
( ૩ ) દર થોડા સમયે પાસવર્ડ બદલતા રહેવું
( ૪ ) તમારૂ એકા.ન્ટ હેક થયાની જાણ થતા પોલીસનો સંપર્ક કરીને બંધ કરાવી દેવા કાર્યવાહી કરવી .
( ૫ ) તમામ લાગતા વળગતાને જાણ કરી દેવી કે એકાઉન્ટ હેક થયેલ છે . કોઇએ નાણાકીય લેવડ દેવડ ન કરવી .

No comments