૧૮૧-કપરાડા વિધાનસભા મતદાર વિસ્તારના વયસ્ક અને દિવ્યાંગ મતદારોના ઘરે-ઘરે જઇ મતદાન કરાવાયું
વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા(અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારની ચૂંટણી અંતર્ગત તા.૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે વયસ્ક અને દિવ્યાંગ વ્યક્તિઓને કોઇ અગવડતા ન પડે તે હેતુસર તેમના ઘરે-ઘરે જઇ મતદાન કરાવવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ કપરાડા મતદાર વિસ્તારના વયસ્ક અને દિવ્યાંગ વ્યક્તિઓના ઘરે-ઘરે જઇ મતદાન કરાવાયું હતું. આ કાર્યક્રમ આવતીકાલ ૨૪મી ઓક્ટોબરે પણ ચાલુ રહેશે.

No comments