Translate

તહેવારોને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે બેઠક યોજી

 


 તહેવારોમાં જાહેર સુખાકારી જળવાઇ રહે અને લોકોને પ્રાથમિક સગવડો મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે વલસાડ જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સાથે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.

આ બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જણાવ્‍યું હતું કે, આગામી તહેવારોમાં શહેરની સ્‍વચ્‍છતા, રોડ રસ્‍તાની મરામત, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, સ્‍ટ્રીટ લાઇટો, સફાઇ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને કોઇ તકલીફ ન પડે તે માટે આગોતરૂ આયોજન કરી કામગીરી કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને જણાવ્‍યું હતું. તહેવારોના સમયગાળા દરમિયાન એકત્ર થતી લોકોમાં કોવિદ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય અને તેની અમલવારી કરાવવા માટે પણ જરૂરી સુચનો કર્યા હતા. ધાર્મિક અને પ્રવાસન સ્‍થળોએ પણ કોવિદ-૧૯ના નિયમોનું ચુસ્‍તપણે પાલન થાય તે માટે તકેદારી રાખવા  જણાવ્‍યું હતું.

  આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત, નાયબ કલેકટર જ્‍યોતિબા ગોહિલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments