વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમોની પાસાની દરખાસ્ત મંજૂર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર.રાવલ
પ્રોહી જથ્થો ઘુસાડતા કુખ્યાત ઇસમોની પાસા હેઠળ અટકાયત
વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા બેઠકની ચૂંટણી હોવાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલાએ વલસાડ જિલ્લા તથા ગુજરાત રાજયમાં ગેરકાયદેસર રીતે પ્રોહી મુદામાલ ઘુસાડતા બુટલેગરો વિરૂધ્ધ વધુ સિકંજો કસતા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ટી.ગામીતને આપેલી સુચના મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જે અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરાતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરશ્રી આર.આર.રાવલે ત્રણ ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર કરી છે. જેથી આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જે પૈકી સંઘ પ્રદેશ સેલવાસ ખાતે આવેલ સન સાઇન વાઇન શોપનો સંચાલક જીગ્નેશભાઈ નટવરસિંહ સોલંકી, રહે. ઘર ન. ૯૮, નરોલી, નવા ફળીયા, દાદરા નગર હવેલી, સેલવાસનો પોતાના સહ આરોપીઓને વાઇન શોપમાંથી પ્રોહી મુદ્દામાલ આપી ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરાવતો હતો. જેની વિરૂધ્ધમાં (૧) નાનાપોંઢા પો.સ્ટે.માં નોંધાયેલા થર્ડ ગુ.ર.નં. ૧૩૩/૨૦૧૯માં બોટલ નંગ ૨૪૦૦, કિં.રૂા. ૧,૫૭,૨૦૦/- (૨) ગુ.ર.નં. ૭૮/૨૦૧૮માં બોટલ નંગ ૨૧૩૬, કિ.રૂા. ૧,૨૪,૮૦૦/- અને (૩) ગુ.ર.નં. ૫૮/૨૦૧૮ બોટલ નંગ ૧૨૦, કિ.રૂ. ૮૫,૨૦૦/- મુજબમાં પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ, ૮૧ મુજબના ગુન્હાઓ નોંધાયેલા હતા.
આ ઉપરાંત પારડી તાલુકાના કોટલાવ, ખજુરીયા ફળીયા, જી. વલસાડ ખાતે રહેતા હિતેશ ઉર્ફે નાનલુ ધીરૂભાઇ નાયકાની વિરૂધ્ધમાં (૧) પારડી પો.સ્ટે. માં નોંધાયેલા થર્ડ ગુ.ર.ન. ૧૯૪૧/૨૦૨૦ બોટલ નંગ ૧૮૪૧, કિ.રૂ. ૧,૭૬,૯૦૦/- (૨) ગુ.ર.નં. ૮૭૪/૨૦૧૯ બોટલ નંગ ૧૫૬, કિ.રૂ. ૩૧,૮૦૦/- (૩) ગુ.ર.નં. ૩૭૯/૨૦૧૬ બોટલ નંગ ૧૫૬૦, કિ. રૂા. ૧,૦૮,૦૦૦/- અને (૪) ડુંગરી પો.સ્ટે. માં નોંધાયેલા થર્ડ ગુ.ર.નં. ૯/૨૦૧૮ બોટલ નંગ ૭૯૮, કિ.રૂ. પ૦,૪૦૦/- મુજબમાં પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ, ૮૧ મુજબના ગુન્હાઓ નોંધાયેલા હતા.
જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર, ધોડીપાડા ખાતે રહેતા વિકાસભાઈ શંકરભાઇ પટેલની વિરૂધ્ધમાં (૧) નાનાપોંઢા પો.સ્ટે.માં નોંધાયેલા થર્ડ ગુ.ર.ન. ૩૭૪/૨૦૨૦ ગુન્હામાં બોટલ નંગ ૨૪૬, કિ.રૂા. ૬૭,૦૫૦/- (૨) ગુ.ર.નં. ૭૬/૨૦૨૦ ગુન્હામાં બોટલ નંગ ૩૦૧, કિ.રૂ. ૩૧,૫૫૦/- (૩) ગુ.ર.નં. ૭૮/૨૦૨૦ ગુન્હામાં બોટલ નંગ ૧૧૪, કિં.રૂ. ૨૫,૨૦૦/- અને (૪) ગુ.ર.નં. ૪૩૫/૨૦૨૦ ગુન્હામાં બોટલ નંગ. ૩૫૯, કિ.રૂ. ૨૮,૭૫૦/- મુજબમાં પ્રોહી એકટ કલમ ૬૫એઈ, ૮૧,૯૮(૨) મુજબના ગુન્હાઓ નોંધાયેલા હતા.
ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુન્હાઓના સાધનિક કાગળો ઍકઠા કરી આ અટકાયતીઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી. આર.આર.રાવલ વલસાડ તરફ મોકલી આપતા આ ઇસમોને પાસા અટકાયતી તરીકે અટક કરવા હુકમ કરાયો હતો. જે અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલાની સુચના મુજબ અને માર્ગદર્શન મુજબ મજકુર ત્રણેય પાસા અટકાયતીઓને એલ.સી.બી.ના પોલીસ અધિકારી/ કર્મચારીઓએ પાસા અટકાયતમાં લઇ જરૂરી કાર્યવાહી કરી મજકુરોને અટકમાં લઇ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
વધુમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.રાવલે આ જિલ્લામાં કોઇપણ પ્રકારની ગેરકાનુની ગુનાહિત પ્રવૃત્તિ કરતા કે માથાભારે ઇસમોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, હવે પછી આવી જિલ્લામાં કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં આનાથી પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

No comments