Translate

વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભા સરઘસ, રેલી અને લાઉડ સ્‍પીકરની પરવાનગી મેળવવા અંગે



વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્‍તારની પેટા ચૂંટણી દરમિયાન વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સભા સરઘસ રેલી યોજવા અને લાઉડ સ્‍પીકરના ઉપયોગ માટે પરવાનગી આપવા અલગ-અલગ અધિકારીઓને અધિકૃત કરવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ આર.આર.રાવલે હુકમ કર્યો છે.

જે અન્‍વયે સભા તથા લાઉડ સ્‍પીકરની પરવાનગી માટે જે-તે વિસ્‍તારના સ્‍થાનિક કાર્યપાલક મેજિસ્‍ટ્રેટને અધિકૃત કરવામાં આવે છે. કાર્યપાલક મેજિસ્‍ટ્રેટે આવી પરવાનગી માંગણી થયેથી નિયમાનુસાર અભિપ્રાય મેળવી પરવાનગી આપવાની રહેશે તેમજ તેની નકલ લાગતા વળગતાઓને તથા સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તેમજ જિલ્લાની મેજિસ્‍ટ્રેટની કચેરીની તાત્‍કાલિત મોકલી આપવાની રહેશે. જરૂર જણાય તે કિસ્‍સામાં ઉપલી કચેરી સાથે પરામર્શ કરી નિર્ણય લેવાનો રહેશે.

સરઘસ, રેલી માટે જે તે વિસ્‍તારના સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટને અધિકૃત અધિકારી તરીકે અધિકૃત કરવામાં આવે છે. તેમણે આવી પરવાનગીની માંગણી થયેથી નિયમાનુસાર અભિપ્રાય મેળવી પરવાનગી આપવાની રહેશે તેમજ તેની નકલ લાગતા વળગતાઓને તેમજ જિલ્લા મેજિસ્‍ટ્રેટની કચેરીને તાત્‍કાલિક મોકલી આપવામાં આવશે. 

સભા સરઘસ, રેલી તથા લાઉડ સ્‍પીકરની પરવાનગી માટે સ્‍થાનિક પોલીસનો અભિપ્રાય મેળવવાનો રહેશે, તેમજ સ્‍થાનિક પોલીસે તેમનો સ્‍પષ્‍ટ અભિપ્રાય જે-તે અધિકૃત અધિકારીએ અભિપ્રાય મંગાવ્‍યો હશે તેને તાત્‍કાલિક મોકલી આપવાનો રહેશે. જરૂર જણાય તે કિસ્‍સામાં ઉપલી કચેરી સાથે પરામર્શ કરી તેમના મારફત અભિપ્રાય મોકલવાનો રહેશે.


No comments