૧૮૧-કપરાડા(અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા જનરલ ઓબ્ઝર્વર
કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી ચૂંટણી યોજવા જણાવતા જનરલ ઓબ્ઝર્વરશ્રી રશીદ ખાન
વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા જનરલ ઓબ્ઝર્વર રશીદ ખાને(આઇ.એ.એસ.) કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓને આપવામાં આવતી તાલીમ એ ખૂબ જ અગત્યનો ભાગ છે. સંબંધિત અધિકારી/ કર્મચારીઓએ તાલીમ વ્યવસ્થિત લીધી હોય તો ચૂંટણી ફરજમાં કોઇ તકલીફ પડતી નથી અને ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પડે છે. વધુમાં ઓબ્ઝર્વરશ્રીએ જણાવ્યું હતું કે, હાલની વૈશ્વિક મહામારી કોવિદ-૧૯ની કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક ગાઇડલાઇન મુજબ ચૂંટણી યોજવાની સાથે તેમાં માસ્ક, સેનેટાઇઝર, ગ્લોઝ, સોશિયલ ડિસ્ટન્સ વગેરે જેવી બાબતોમાં પૂરતી કાળજી લેવાય તે જરૂરી છે અને તેમાં કોઇ કચાશ ચલાવી નહીં લેવાય. ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.આર.રાવલે જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કપરાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી વી.સી.બાગુલે પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી કામગીરીથી ઓબ્ઝર્વરશ્રીને વાકેફ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.ચૌધરી સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભાગ. નંબર ૨૨૧
ReplyDelete