વાહન વીમો રીન્યુ કરનારી વીમા કંપનીઓ ધ્યાન આપે
વલસાડ જિલ્લામાં વીમા કંપનીઓ દ્વારા નવા રજિસ્ટ્રેશન માટે/ જુના વાહનો માટે વીમો ઉતારી આપવામાં આવે છે. આ વીમો આપતી વખતે જે તે વાહન માલિક/ ફાઇનાન્સરનો ચેક કલીયર થતા પહેલાં જ ઇન્સ્યોન્સની કોપી આપવામાં આવે છે અને તેની એન્ટ્રી સોફટવેરમાં કરવામાં આવે છે. ત્યારબાદ ઘણા કિસ્સામાં ચેક બાઉન્સ થવાથી વીમા કંપનીઓ દ્વારા આર.ટી.ઓ કચેરીને જે તે રજિસ્ટ્રેશન/ જુના વાહનોના આગળના કામ રોકવા તથા વીમો કેન્સલ કરવા માટે લેખિત જાણ કરવામાં આવે છે. આ જાણ આધારે વીમાની વિગતમાં ફેરફાર આર.ટી.ઓ. કચેરી દ્વારા શકય ન હોય જેથી તમામ વિના કંપનીઓએ તમારી વીમા અંગેની નિર્ધારિત ફી (કોઇપણ માધ્યમથી) મેળવી પૂરેપૂરી ચકાસણી કરી આપના સ્તરેથી સંતોષ થયા બાદ જ વાહન માલિકને કોપી આપવા વીમા પોલીસી બાબતે કંઇ પણ નાણાંકીય કે અન્ય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સઘળી જવાબદારી વીમા કંપનીઓની રહેશે. જેની વીમા કંપનીઓને ગંભીર નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments