Translate

વલસાડ જિલ્લામાં તહેવારો ઉજવણી અંગેના જાહેરનામામાં અંશત



 વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કન્‍ટેઇનમેન્‍ટ ઝોન સિવાયના વિસ્‍તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અધર કોન્‍ગેગ્રેશન ગેધરીંગ સંદર્ભે અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં નવરાત્રિ દરમિયાન જાહેરમાં ગરબી/ મૂર્તિની સ્‍થાપના, પૂજા અને આરતી કરી શકાશે તેમ જણાવાયું હતું. જે અંતર્ગત રાજ્‍ય સરકાર દ્વારા ધાર્મિક/ઉપાસના સ્‍થળોએ કોવિદ-૧૯ને ફેલાતો અટકાવવા કરેલા સ્‍પષ્‍ટીકરણને ધ્‍યાને રાખી વલસાડ જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે સુધારા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 

જે અનુસાર નવરાત્રિ દરમિયાન ફલેટ કે સોસયટીઓના રહીશોએ તેના આવા સ્‍થળ કે પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે સ્‍થાનિક વહીવટીતંત્ર/ પોલીસની કોઇપણ મંજૂરીની આવશ્‍યકતા રહેશે નહીં. નવરાત્રિ દરમિયાન જાહેર સ્‍થળો, માર્ગો અને સાર્વજનિક સ્‍થાનોમાં માતાજીની આરતી-પૂજાના કાર્યક્રમ માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવીને જાહેર ગરબી/ મૂર્તિની સ્‍થાપના, પૂજા અને આરતી કરી શકશે. જાહેરનામાની અન્‍ય વિગતો યથાવત રહેશે.

No comments