Translate

વલસાડના અરમાન રાઠોડએ ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સરમાં (SONY TV) મચાવી ધૂમ

 



12 વર્ષ સ્ટ્રગલ કરી ગરીબી માં જીવતો વલસાડ ના અરમાન રાઠોડ ને ટિકટોક ના એક વિડિઓ એ તેની ઝીંદગી ના અરમાન પુરા કરી દીધા હતા વલસાડ થી લઈ દેશ વિદેશ માં માત્ર એક વિડિઓ થી ફેમસ થયેલ અરમાન રાઠોડ વલસાડ માં એક નાનકડા વિસ્તારમાં ઝુંપડા માં રહે છે વલસાડ ના રાખોડીયા તળાવ નો એ અરમાન રાઠોડ જે બોલિવૂડ માં પોતાના ટેલન્ટ નો હાલ ડંકો વગાડી રહ્યો છે જેને ટિકટોક ના વિડિઓ વાઇરલ થતા બાદ સૌ પ્રથમ લાઈવ ન્યૂઝ 24 વલસાડ ની જનતા સમક્ષ અહેવાલ પ્રસારિત કર્યા હતા વલસાડ ની જનતાએ પણ વલસાડ ટીકટોકે સ્ટાર અરમાન ના અરમાન પુરા કરવામાં ખૂબ અજ સાથ સહકાર આપ્યો હતો

આજકાલ ટીકટોક પર ઋત્વીક રોશનના ગીત દેખા તુમકો જબસે દેખા તુમકો યારા ગીત પર ડાન્સ કરતા દાઢી વાળા યુવાનનો વિડિયો ભારે વાઇરલ થયો છે. ટીકટોક અને ફેઇસબુક પર પણ આ વિડિયો લાખોની સંખ્યામાં શેર થયો હતો આ યુવાન વલસાડનો હોવાનું વલસાડના લોકોને પણ ભાગ્યે જ ખ્યાલ હતો   આ યુવાનનું ખરું નામ છે સંજય રાઠોડ. તે ટીકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો હતો સંજય વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝુપડા જેવા ઘરમાં રહે છે. તેના પિતા વોચમેન હતા અને હાલ પણ ઘરે જ છે. જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. હાલ તો અરમાન નો પરિવાર પણ તેને સ્પોર્ટ કરી તેની કારકિર્દી બને તેવા અરમાન જોઈ રહ્યા હતા અને એ આખરે અરમાને રાઠોડે કરી બતાવ્યું અને ડાન્સ ના સ્ટેજ પર આજે તે ચમકી ઉઠ્યો હતો



સંજયને પહેલેથી જ ડાન્સનો ભારે શોખ હતો. ટીવીમાં અને યુટ્યુબ પર જોઇને તે ડાન્સ શીખ્યો હતો. પોતાનું ભવિષ્ય ચમકાવવા અને સપના પુરા કરવા માટે તે 4 વર્ષ અગાઉ ઘરેથી નિકળી ગયો હતો અને મુંબઇમાં જઇ શોમાં પ્રવેશ માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેને સફળતા હાથ લાગી ન હતી અને વલસાડ પરત ફરયો હતો. અરમાન રાઠોડ ને તેના મિત્રો એ ફોર્સ કર્યો અને તે ટીકટોક પર ડાન્સ વિડિયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં તેના વિડિયોના 5 કરોડથી વધુ વ્યુ મળી ગયા હતા. જેના કારણે અરમાન રાઠોડ ત્યારે હિટ થઇ ગયો હતો. અને હવે તેને અનેક રિયાલીટી શોમાં તેને ઇનવિટેશન મળી રહ્યા છે.



અરમાન ને એની ઝીંદગી માં અનેક ચઢાવ ઉતાર જોયા છે ગરીબ પરિવાર નો દીકરો માતા ઘર કામ કરી ઘર ચલાવી સમગ્ર પરિવાર નું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉન માં નિરાધાર બનેલ પરિવાર ના આ દીકરા ને બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશન થી લઈ ડાન્સ ના ગુરુ ટેરેનશ થી લઈ રેમો ડીસુઝા જેવા અનેક સ્ટેરો ઓએ તેના વખાણ કર્યા હતા લોકડાઉન ના હોત તો અરમાન ને મળવા જતે એવું કહેનારા બૉલીવુડ સ્ટાર એ પોતાના સોસીયલ મિડયા ની આઈ ડી થી અરમાન નો વિડિઓ સેર કરી ટેલેન્ટ બહાર લાવવા ની કોશિશ કરી છે ત્યારે હવે અરમાન ના અરમાન જલ્દી થી પુરા થાય તેવી તેના પરિવાર અને તેના મિત્રો તેમજ ખુદ અરમાન ના આ અરમાન હતા એ અરમાન આજે પૂર્ણ પણ થયા છે આજરોજ વલસાડ ના અરમાન રાઠોડે સોની ટીવી ના ડાન્સ ના સ્ટેજ પર ડાન્સ કર્યો હતો વાઈલ્ડ કાર્ડ થી પોતાના ગુરુ માનતા ટેરેનશ ના સામે ડાન્સ કરી પોતાના સપના ને સાકાર કર્યું ટરેનસ સાથે સ્ટેજ પર ડાન્સ કરી પોતાના હુન્નર ને દેશની જનતા સામે મૂકી વલસાડ ના આ યુવાન અરમાન રાઠોડે લોકો ના દિલ જીતી લીધા હતા સોની ટીવી પર અરમાન ને નિહાળવા તેના મિત્રો પરિવાર સહિત સમગ્ર વલસાડ આજે ટીવી સામે બેસી વલસાડ ના સ્ટાર ના પફોમસન ને નિહાળી રહ્યા હતા ત્યારે લાઈવ ન્યૂઝ 24 પર આજ રોજ ફરી એક વાર અરમાને વલસાડ ની જનતા અને વલસાડ મીડિયા નો આભાર માન્યો હતો અને આજ રીતે અરમાન ને વલસાડ ની જનતા સાથ સહકાર આપતી રહશે  એવી અરમાન રાઠોડ એ આશા વ્યક્ત કરી હતી




No comments