વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પીટલોમાં કોવિડ-૧૯ના નિયમોના પાલન અંગે ફલાઇંગ સ્કોર્ડ દ્વારા આકસ્મિક તપાસ
ડુંગરી સ્થિત વૈદ હોસ્પીટલમાં ગંભીર ક્ષતિઓ જણાતા સાત દિવસ માટે બંધ કરાવાઇ
વલસાડ જિલ્લામાં કોરોનાના સંક્રમણને રોકવા અનેકવિધ પગલાં લેવામાં આવી રહયા છે. જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર જયોતિબા ગોહિલની આગેવાનીમાં ફલાઇંગ સ્કોર્ડ દ્વારા જિલ્લાની ખાનગી હોસ્પીટલોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કોવિડ-૧૯ના નિયમોના પાલન બાબતે ક્ષતિઓ જણાતા હોસ્પીટલો સામે શો-કોઝ નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. ડુંગરી સ્થિત વૈદ હોસ્પીટલમાં ગંભીર ક્ષતિઓ અને અનિયમિતતા જણાતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ૭ (સાત) દિવસ માટે હોસ્પીટલને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ ડ્રાઇવ ચાલુ રહેશે અને ખાનગી હોસ્પીટલોની ક્ષતિઓ બાબતે રજુઆત આવશે તો ગંભીરતાથી લેવામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રી વલસાડ દ્વારા જણાવાયું છે.


No comments