મોટરસાઇકલ માટે GJ-15-DL સીરીઝમાં ૫સંદગીના નંબર માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરો
વલસાડ જિલ્લામાં મોટરિંગ પબ્લિકની સગવડતાના હેતુસર મોટરસાઇકલના GJ-15-DL સીરીઝમાં પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે.
ઉક્ત હરાજીમાં ભાગ લેવા માટેની ઇચ્છા ધરાવનાર અરજદારે તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે, જે રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્ફળ જાહેર કરાશે.
ઉક્ત હરાજી માટેનું ફોર્મ તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન રજિસ્ટ્રેશન તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા.૩૦/૦૯/૨૦૨૦થી તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે. તા.૦૨/૧૦/૨૦૨૦ના રોજ બપોરે ૩-૦૦ કલાકે ઓપન થશે ત્યારબાદ અરજદારે તેમના ફોર્મ પાંચ દિવસમાં જમા કરાવવાના રહેશે.
અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ કરેલું હોવું જોઇએ. વેલીડ સી.એન.એ. ફોર્મ રજૂ નહીં કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનાર અરજદારની મૂળ રકમ જપ્ત થશે અને તે નંબરની હરાજી ફરીથી કરાશે. ઓનલાઇન હરાજી દરમિયાન આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

No comments