Translate

વલસાડ જિલ્લાના કપરાડામાં કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી એ રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આવનારા સમયમાં પેટા ચૂંટણી યોજાનાર છે

 


વલસાડ જિલ્લાના કપરાડામાં  કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી એ રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આવનારા સમયમાં  પેટા ચૂંટણી યોજાનાર છે.જેને લઈ  ચૂંટણી પ્રચાર મુખ્ય બે પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે.ત્યારે વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શિક્ષણ સમિતિના માજી અધ્યક્ષ અને સાઈધામ સુખાલના પ્રકાશ પટેલે ગુરુવરે પત્રકાર પરિષદ યોજી અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય કરતા ચકચાર જાગી છે.તો હવે ચૂંટણીના તમામ સમીકરણો બદલાઈ જવાની સંભાવના વધી છે.પ્રકાશ પટેલ તાલુકામાં રાજકારણમાં મોટું માથું ગણાય છે. વિધાનસભાની ચૂંટણી પણ તેમણે લડી હતી.તેમના પિતા શકરભાઈ જી પટેલ હાલે ભાજપ શાસિત કપરાડા તાલૂકા પંચાયતના ઉપ પ્રમુખ છે.તેમણે પત્રકારોને જણાવ્યું કે તેઓ જીતવા ,હારવા માટે કે સન્માન માટે નહીં પરંતુ કપરાડા તાલુકાના મતદારો કે જેઓ વિવિધ પક્ષોના વચનો  વચ્ચે કચડાઈ રહ્યા છે,શોષાઈ રહ્યા છે,તેમને સાચી સમજ આપવા તેમની સમસ્યાઓ નિવારવા રાજકારણમાં આવ્યો છું.તેમ જણાવ્યું હતું.જોકે પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થવાના સમયેજ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાતે તાલુકાના ભાજપ કોંગ્રેસ ઉમેદવારોમાં ચિંતા વધારી દીધી છે.


No comments