Translate

વલસાડ જિલ્લામાં સરકારી જમીન ઉપરનું દબાણ એક અઠવાડિયામાં સ્વૈંચ્છાવએ હટાવવા કલેક્ટેરની તાકીદ

 


દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશના રૂપે કરવામાં આવશે

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની બેઠકમાં નક્કી કરાયા મુજબ શહેરી, ગ્રામ્‍ય અને નગરપાલિકા વિસ્‍તારના જાહેર રસ્‍તા ઉપર સરકારી જમીનમાં દબાણ કરેલું હોય, તેમણે એક અઠવાડિયામાં સ્‍વૈચ્‍છાએ દબાણ દૂર કરવા જિલ્લા કલેક્‍ટર શ્રી આર.આર.રાવલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. અઠવાડિયા બાદ આવા દબાણો પોલીસની હાજરીમાં દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેની સર્વેને નોંધ લેવા જણાવાયું છે. 


No comments