Translate

રેલવે મા થઈ રહેલ ખાનગીકરણ ના વિરોધ મા વેસ્ટર્ન રેલવે એપલોઇઝ યુનિયન દ્વારા ટોર્ચ/ ફ્લેશ લાઈટ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું

 

ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશનના આહ્વાન પર વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન, વલસાડ શાખાએ સરકાર દ્વારા કરવામાં આવતું રેલવેનું ખાનગીકરણ અને સરકાર દ્વારા લાગું કરવામાં આવેલી નવી પેન્શન યોજના અને મોંઘવારી એલાઉન્સ રોકવા સામે વિરોધ દર્શાવ્યો હતો.

            કેન્દ્ર સરકારની ખાનગીકરણ અને નવી પેન્શન યોજના જેવી રેલ્વે કર્મચારી વિરોધી નીતિ અને મોંઘવારી ભથ્થાને રોકી રાખવાનો વિરોધ કરવા માટે ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશન અને વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ૧૪/૦૯/૨૦ થી ૧૯/૦૯/૨૦ સુધી વિરોધ અઠવાડિયું ઉજવવાનું નક્કી કર્યું.



              આ સંદર્ભમાં 15/09/2020 ના રોજ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન, વલસાડ શાખાએ સામાજિક અંતર જાળવી અેરિયા મેનેજર ની ઓફિસ સામે ગેટ મીટીંગ કરીને કેન્દ્ર સરકારની રેલવે કર્મચારી વિરોધી નીતિઓનો વિરોધ કર્યો હતો. 16/09/2020 ના રોજ એક વેબિનાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલ ઇન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના મહામંત્રી શિવ ગોપાલ મિશ્રા, વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનનાં કેન્દ્રીય મહામંત્રી જે.આર. ભોંસલે, પ્રમુખ આર.સી. શર્મા અને અન્ય વરિષ્ઠ નેતાઓએ રેલ્વે કર્મચારીઓને સંગઠિત બની મોટા આંદોલન માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. અને 17/09/2020 ના રોજ વલસાડ રેલ્વે કોલોની ખાતે જન જાગૃતિ અભિયાન હેઠળ વાહન રેલી યોજી હતી

તેમજ તારીખ 18-09-20 (આજ) રોજ ટોર્ચ/ફલેશ લાઈટ રેલી યોજી હતી

          ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે ની આગેવાની હેઠળ ખાનગીકરણ અને નવી પેન્શન યોજનાઓ જેવી  રેલવે  કર્મચારીઓ વિરોધી નીતિઓનો 

જોરદાર વિરોધ કર્યો.

        150 થી વધુ ટ્રેનો ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહી છે. રેલ્વે જમીન, રેલ્વે સ્ટેશનો, ટિકિટ વેચાણ અને વાહન પાર્કિંગ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે, જે પાછળથી ઇચ્છિત કિંમત લેશે, સરકારની ખાનગીકરણ નીતિને કારણે રેલવે કર્મચારીઓ તેમજ દેશની જનતાને નુકસાન થશે એવી ચેતવણી આપી હતી વલસાડમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ડિવિઝનલ અધ્યક્ષ પ્રકાશ સાવલકરે કહ્યું કે કેન્દ્ર સરકારની ખાનગીકરણ નીતિ માત્ર રેલ્વે કર્મચારીઓ જ નહીં પરંતુ દેશના લોકો માટે પણ નુકસાનકારક છે. આજે રેલ્વેએ  દેશના ગરીબ લોકો માટે પરિવહનનું એકમાત્ર સસ્તું સાધન છે, પરંતુ ખાનગીકરણ પછી ખાનગી કંપનીઓનો ઉદ્દેશ્ય જાહેર જનતાની સેવા કરવાના બદલે ફક્ત અને ફક્ત નફો મેળવવાનો જ રહેશે, જેનાથી રેલમાં મુસાફરી ખૂબ ખર્ચાળ થઈ જશે. ગરીબ લોકો માટે ટ્રેનોમાં મુસાફરી કરવી એક સ્વપ્ન જેવું બની જશે. તદુપરાંત, રેલ્વેનાં ખાનગીકરણનાં લીઘે દેશના યુવાનોને રોજગાર મળવાનું બંધ થઈ જશે, જેનાથી બેરોજગારી વધશે.



              આજે કોરોના વાયરસના રોગચાળા દરમિયાન રેલવે કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ રેલ ટ્રાફિક બંધ થવા દીધો નહોતો માલ-સામાનની હેરફેર હોય કે લોક ડાઉનનાં કારણે અન્ય રાજ્યોમાં અટવાયેલા પરપ્રાંતિય મજૂરોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવા હોય, રેલ્વે કર્મચારીઓએ પોતાનું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી કર્યું છે.

             રેલ્વે કર્મચારીઓનો એક પ્રશ્ન

 જો રેલ્વે નફો મેળવે છે તો સરકાર કેમ વેચી રહી છે?

 જો રેલ્વે ખોટમાં દોડી રહી છે તો ખાનગી કંપનીઓ કેમ ખરીદી રહી છે ??

આ વિરોધ સપ્તાહમાં વલસાડ શાખાના સેક્રેટરી હુસેન બેલીમ, સંજયસિંહ ચેરમેન જયેશ પટેલ રોબિન્સન જેમ્સ, કિશોર પટેલ, તુષાર મહાજન, શિવન, સંજીવ ગોયલ, નરેન્દ્ર રાજપૂત, દિનેશ ગોસ્વામી અને યુનિયનના અન્ય કાર્યકરો અને રેલ્વે કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતાં 

જેમાં રેલ્વે મંત્રી મુર્દાબાદ...

કેન્દ્ર સરકાર હોશ માં આવો...જેવાં સૂત્રોચ્ચાર કર્યા હતાં

No comments