વલસાડ નગરપાલિકાએ મુખ્ય માર્ગો પરથી અતિક્રમણ હટાવવાની ઝુંબેશ જારી
વલસાડ નગરપાલિકાએ મુખ્ય માર્ગો પરથી અતિક્રમણ હટાવવાની ઝુંબેશ જારી રાખી છે ત્યારે શહેરના તિથલ રોડ, બેચર રોડ, કચેરી રોડ ઉપરથી 25 જેટલી ખાણી પીણીની લારીના દબાણો દૂર કરવા સાથે જ્યોતિ હોલ પાસેની ખુલ્લી જમીનમાં ગણપતિ ઉત્સવ માટે બનાવાયેલો શેડ પણ હટાવી દેવાયો હતો પાલિકાના સીઓ જે.યુ. વસાવાની સૂચનાના આધારે બાંધકામ શાખાના એન્ક્રોચમેન્ટ સ્ટાફ મહેશ ચૌહાણ સહિતની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જઇ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી ધરતાં ફફટાડ ફેલાયો હતો.
વલસાડ શહેર ના પોસ વિસ્તાર ગણાતા એવા તિથલ રોડ, સ્ટેશન રોડ, એમજી રોડ, તાઇવાડ વિસ્તાર માંથી કુલ્લે 25 જેટલી ખાણી પીણીની લારી ડિટેન કરવામાં આવી હતી
પાલિકાના સ્પોર્ટસ કોમ્લેક્સ સામેના વિસ્તારમાં ચાલતી રમકડાની દૂકાન સામે દૂકાનદારોએ શેડ તાણી બાંધ્યા હતા. પાલિકા ટીમે સ્પોર્ટસ કોમ્પલેક્સ રોડ પર ટ્રાફિકને નડતર આ શેડ તાત્કાલિક હટાવી દીધો હતો.



No comments