વલસાડમાં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા રેપીડ ટેસ્ટ મેગા કેમ્પ રાખવામાં આવ્યું
વલસાડમાં પ્રથમ વખત રેપીડ ટેસ્ટ મેગા કેમ્પ ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા તા .૨૭ / ૦૯ / ૨૦૧૮ રવિવારના રોજ મોઘાભાઈ હોલ ખાતે રાખેલ જેમાં ૨૨૩ વ્યકિતઅોનું રેપીડ એન્ટીજન ટેસ્ટ કરેલ જેમાંથી ૧૯ વ્યકિતઅોને પોઝીટીવ આવેલ ૪ વર્ષના બાળકથી લઈ ૮૫ વર્ષના વૃધ્ધ સુધીના બધાએ ટેસ્ટ કરાવેલ . વલસાડ ડિસ્ટ્રીકટ ચેમ્બર્સ અોફ કોમર્સના સહયોગથી અને રેડિમેટ , ઇલેકટ્રીક , દાણાબજાર , ક્વેલર્સ , મારબલ , હાર્ડવેર એશોસીએશનએ ભાગ લીધેલ .
વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના ડો.કલમભાઈ અને ડો.આશિષભાઈની ટીમે સમાજ પ્રત્યેથી પોતાની જવાબદારી અદા કરી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રેપીડ ટેસ્ટ પ્રત્યે જાગૃત કરવાનો હતો જેથી ટેસ્ટમાં નેગેટીવ આવે તો મનને શાંતિ થાય અને પોઝીટીવ આવે તો જલ્દી સારવારથી મોટા ખર્ચથી બચી શકાય અને પરિવાર , સમાજને સંક્રમિત થવાથી બચાવી શકાય છે .


No comments