Translate

વલસાડ ના સુગર ફેકટરી બ્રિજ પાસે સર્જાયો અકસ્માત એક અજ પરિવાર ના 4 સભ્યો ના મોત

 


વલસાડ હાઇવે સુઘડ ફેકટરી ખોખરા ફળિયા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત એકજ પરિવારના 4 સભ્યો નું અકસ્માતમાં કમકમાટીભર્યા મોત , જ્યારે અકસ્માતમાં 9 મહિનાનું બાળક નું ચમત્કારિક બચાવ . નવસારી ગણદેવી નજીક રહેતા અજય દરલપતભાઈ હરિજન , જેઓ વસુંધરા ડેરી અલીપોર માં કામ કરે જેઓ કોઈ કામ અર્થે તેમની સ્પેલન્ડર નંબર જીજે , 15 , AL , 4077 વલસાડ હાઇવેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વલસાડ હાઇવે સુઘડ ફેકટરી ખોખરા ફળિયા નજીક ટ્રક નંબર MH , 55 , AG , 2573 સાથે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.



જેઅકસ્માતમાં એકજ પરિવારના 4 સભ્યો એ અમૂલ્ય જીવ ગુમાવ્યો હતો , પરિવારમાં માતા - પિતા અને બે બાળકો ના મોત નિપજ્યા હતા , જ્યારે એક 9 મહિના નું બાળક નું ચમત્કારિક બચાવ થયો હતો.



 ઘટનાની જાણ આજુબાજુના લોકો ને થતા લોકો દોડી આવ્યા હતા , ઘટના સ્થળે રસ્તા પર લોહીલુહાણ જોતા ઉપસ્થિત લોકોની આંખ ભીની થઇ ગયી હતી , હાલ તો અકસ્માત સ્થળ પર વલસાડ ના એસ.પી ડૉ.રાજદીપસિંહ ઝાલા , ડેપ્યુટી મનોજસિંહ ચાવડા , રૂરલ પીએસઆઇ , ગોહિલ , સાથે જિલ્લા ટ્રાફિક વિભાગ ના પીએસઆઇ પરમાર ની ટિમ દોડી આવી હતી , હાલ તો પોલીસે મૃતકો બોડીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયા છે , જ્યારે ઇજા ગ્રસ્ત બાળક ને 108 ની મદદ થી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે




No comments