Translate

વેલસ્પનન ફાઉન્ડે શન દ્વારા વાપી તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય્ કેન્દ્રોેને તબીબી સાધનો પૂરા પાડવામાં આવ્યાપ

 


વેલસ્‍પન ફાઉન્‍ડેશન ફોર હેલ્‍થ એન્‍ડ નોલેજ, વેલસ્‍પન ગ્રુપનો કોર્પોેટ સોશ્‍યલ વેલ્‍યુ આર્મ, વાપીમાં કોવિડ -૧૯ સામે લડવાના ભાગ રૂપે, પ્રાથમિક આરોગ્‍ય સંભાળ કેન્‍દ્રોને આવશ્‍યક તબીબી સાધનો પ્રદાન કર્યા છે. વધુ સારી આરોગ્‍ય સેવા સુવિધા પ્રદાન કરવાના ઉદ્દેશ્‍યથી વિલેજ કનેક્‍ટ  પ્રોજેક્‍ટ અંતર્ગત વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા મોરઇ, વટાર, કુંટા અને બલિઠામાં પાંચ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ઉપર ગામના સરપંચશ્રીઓ, આરોગ્‍ય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્‍થિતિમાં તબીબી ઉપકરણો પૂરા પાડવામાં આવ્‍યા હતાં.  




-કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીમાં સમગ્ર ભારતમાં,ખાસ કરીને નાના જિલ્લાઓ અને દેશના આંતરિક ભાગોમાં જરૂરી તબીબી પુરવઠો અને ઉપકરણોની પ્રાપ્તિ  અને તેને પહોંચાડવા માટે અભૂતપૂર્વ પડકારો ઉભા થયા છે. આ જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને, વેલસ્‍પને એનિમિયા માપવા એચબી મીટર અને એચ સ્‍ટ્રીપ્‍સ, ગર્ભવતી મહિલાઓ તથા માતાઓના પોષણ, તેમજ શિશુઓમાં કુપોષણ ન રહી જાય તે માટે નોધ રાખવા ડિજિટલ વેઇટ સ્‍કેલ, અને વિશિષ્‍ટ આવશ્‍યકતાઓ જેવી કે બીપી મશીન, ગ્‍લુકોમીટર, સેન્‍ટ્રીફયુજ, સ્‍ટેથોસ્‍કોપ, થર્મલગન, તપાસણી ટેબલ અને કોરોના કેસની તપાસ માટે ઓક્‍સિમીટરની જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવી છે.  આ ઉપરાંત, વેલ્‍સ્‍પને કુંટા પ્રાથમિક સબ-હેલ્‍થકેર સેન્‍ટરને નવીકરણ માટેના પ્રયત્‍નો હાથ ધર્યા હોવાનું વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા જણાવાયું છે. 



No comments