ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઈ જતા બે બહેનપણીઓએ કર્યુ કઇક આવુ
લોકડાઉનમાં લોકોનાં ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનમાં પોતાનો ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઈ જતા બે બહેનપણીઓએ કોઈ પણ કામ ન રહેતા અને પૈસાની તંગીનાં કારણે બન્ને બહેનપણી ગેરકાયદેસર કામ કરવાની શરૂઆત કરી.
રૂપિયાની જરૂરિયાતને ધ્યાને લેતા બન્ને બહેનપણીઓએ મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી દારૂની ખેપ મારવાની શરૂઆત કરી અને જો કે તેઓ મહારાષ્ટ્રથી દારૂ લઈને અમદાવાદ પહોંચે તે પહેલા જ વલસાડમાં પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા. આ બન્ને સખીઓનો લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઇ જતા બેંકનાં હપ્તા અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે તેમણે સાથે મળીને મહારાષ્ટ્રથી દારૂની ખેપ મારી અને અમદાવાદ સુધી લઈ જવાની શરૂઆત કરી પરંતુ પૈસા કમાવાની આ ગોઠવણ તેમના પર જ ભારે પડી ગઇ.

No comments