Translate

જન મન અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પીમટલ વલસાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પક યોજાયો

 


વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્‍યતંત્રના ઉપક્રમે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા વલસાડ જિલ્લામાં હાથ ધરાયેલા નવીનતમ અભિયાન એટલે જન મન અભિયાન અંતર્ગત તા. ૧૭ મી સપ્‍ટેમ્‍બર  માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે અને આયુષ્‍માન ભારતની ઉજવણી નિમિત્તે  જી.એમ.ઇ.આર.એસ સિવિલ હોસ્‍પિટલ  ખાતે સર્વ રોગ નિદાન કેમ્‍પનું  દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.આ અવસરે વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ કિન્નરીબેન ઉપસ્‍થિત રહયા હતા.

            જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ ઓપીડીની મુલાકાત લઇ દર્દીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

આ નિદાન કેમ્‍પમાં ડાયાબિટીસ, બ્‍લડપ્રેશર, હ્‍દયરોગ, ટી.બી, દમ, ફેફસાના રોગના જનરલ ફીઝીશ્‍યન, કાન, નાક, ગળા, ચામડી, માનસિક, આંખ, હાડકાં, દાંત,સ્ત્રી રોગોના નિષ્‍ણાંત તથા જનરલ સર્જન હાજર રહી દર્દીઓની તપાસ કરી હતી. દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા  ઉકાળા, શંશમનીવટી અને આસેસ્‍નક આલ્‍બમનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

વલસાડ જિલ્લામાં  સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર -પારડી, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર- છીરી(વાપી), સબ ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ -ધરમપુર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર - નાનાપોંઢા અને રોટરી હોસ્‍પિટલ - સરીગામ, ઉમરગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયા હતા. આ ઉપરાંત  મેડીકલ કોલેજ વલસાડ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ પણ યોજાયો હતો.


No comments