Translate

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સલામતી માસની ઉજવણી કરાઇ

 


 ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્‍માતોના બનાવોમાં ઘટાડો નોંધાય તે હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વલસાડ અને ડાંગ જિલ્લામાં તા.૧૭/૮/૨૦ થી તા.૧૫/૯/૨૦ દરમિયાન સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. આ સલામતી માસના ભાગરૂપે નાયબ નિયામકશ્રી ડી.કે.વસાવા, મદદનીશ નિયામક કુ.જે.જે.ચૌહાણ, આર.બી.મકવાણા, એન.કે.પટેલ, વી.પી.પરડવા, ઓદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય અધિકારી ડી.એસ.ભુટકા, બાંધકામ નિરીક્ષક એચ.પી.રાઉત દ્વારા સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય બાબતે જિલ્લામાં આવેલા હેઝાર્ડસ કેમીકલ ધરાવતા એકમો જેવા કે, આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ, યુ.પી.એલ., વેલસ્‍પન ઇન્‍ડિયા લી., કોરોમન્‍ડલ ઇન્‍ટરનેશનલ લી. વગેરે ૩૩ જેટલા એકમોમાં ફાયર અને લીકેજના બનાવો અંગે ઓન સાઇટ ઇમરજન્‍સી મોકડ્રીલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યારે અતુલ લી. ખાતે જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને ઓફસાઇટ ઇમરજન્‍સી મોકડ્રીલ કરવામાં આવ્‍યું હતું. 



જેમાં અંદાજે બે હજાર કરતાં વધુ શ્રમયોગીઓએ ભાગ લીધો હતો અને ઉપલબ્‍ધ સુરક્ષા ઉપકરણોનો કાર્યક્ષમ ઉપયોગ કર્યો હતો. આવા કટોકટીના સમયમાં શું કરવું તે અંગે મોકડ્રીલોમાં રહેલી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટે, કોવિડ-૧૯ અંગે શું કાળજી રાખવી તથા આજુ-બાજુમાં રહેતા નાગરિકોએ આકસ્‍મિક સંજોગોમાં લેવાના પગલાં અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. 



No comments