Translate

સાત પગલાં ખેડૂત કલ્યાવણના અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ

 

બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્‍માન કરાયું


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મથકે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે  દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્‍યાણના પૈકી  બીજા બે પગલાની શરૂઆત કરી બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ  એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્‍માન કરી ચેકોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે કરાયું હતું. રાજયપાલશ્રી  આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી વેબકાસ્‍ટિંગના માધ્‍યમ થકી  દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી હતી.


            
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ખેડૂતોનું આર્થિક પાસું મજબૂત કરવા  નાના ખેડૂતો ખેતીમાં કેવી રીતે વધુ ઉત્‍પાદન મેળવી શકાય તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પ્રાકૃતિક ખેતી માટે  દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના થકી નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ગાય આધારિત ખેતી થકી ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકાશે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમની કોઠાસૂઝથી ખેડુતોના પડખે રહી કમોસમી વરસાદ, અતિવૃષ્‍ટિ અને અનાવૃષ્‍ટિ વગેરે કુદરતી આપત્તિ સામે ખેડૂતોને રક્ષણ આપવા માટેની સહાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત વાવણીને લઇ વેચાણ સુધી દરેક તબક્કે અનેક સહાયકારી યોજનાઓનો લાભ આપી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી કિસાન સમ્‍માનનિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પાક વીમા યોજના જેવી યોજનાઓ વડે ખેડૂતોને રક્ષણ પુરૂ પાડયું છે.


            
આત્‍માના પ્રોજેકટ ડાયરેકટર પ્રવિણભાઇ માંડાણીએ પ્રાકૃતિક ખેતીને લગતી વિગતો અને યોજનાઓની જાણકારી આપી હતી



            આ અવસેર જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, માજી ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ખેતીવાડી તેમજ આત્‍મા પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ, ખેડૂતમિત્રો, હાજર રહયા હતા.




No comments