Translate

Maruti Suzuki Celerio બે પેટ્રોલ એન્જિન સાથે આવી રહી છે , દિવાળી પહેલા થશે લોન્ચ

 

ભારતમાં ફેસ્ટિવલ સીઝન વધુ દૂર નથી. આ દરમિયાન બધી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવી કાર લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે, જેથી આ સીઝનમાં પોતાના સેલ્સના આંકડા સુધારી શકાય. હવે, દેશની સૌથી સફલ કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી પણ રેસમાં સામેલ થવા જઈ રહી છે. કંપની પોતાની નવી Maruti Celerio ભારતમાં ઓક્ટોબરમાં લોન્ચ કરવા જઈ રહી છે. તે આ કારનું સેકન્ડ જનરેશન મોડલ હશે.


નવી સેલેરિયો વેગન આર પ્લેટફોર્મ પર આધારિત હશે. નવી સેલેરિયો બે પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે આવશે. નવું મોડલ વર્તમાન મોડલ કરતા વધુ લાંબુ અને પહોંળું હશે. એટલે કે નવી કારમાં ઘણો ફેરફાર જોવા મળી શકે છે.


નવી સેલેરિયોમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન અને 1.2 લીટર K સીરીઝ પેટ્રોલ એન્જિન પણ મળશે. આઉટગોઈંગ મોડલ માત્ર 1.0 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. કંપનીએ નવી સેલેરિયોમાં બે એન્જિન આપવાનો નિર્ણય કર્યો છે.


કંપનીએ તાજેતરમાં જ આ કારને સીએનજીની સાથે લોન્ચ કરાઈ હતી. આ કાર બે વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. S-CNG વેરિયન્ટની કિંમત 5.60 લાખ રૂપિયાથી શરૂ થાય છે. VXi વેરિયન્ટ 5.60 લાખ અને VXi(O) વેરિયન્ટ 5.68 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. ફ્લીટ ઓપરેટર્સ માટે કંપનીએ Tour H2 વેરિયન્ટ પણ લોન્ચ કર્યું છે, જેની કિંમત 5.36 લાખ રૂપિયા હશે. મારુતિએ પોતાના મિશન ગ્રીન મિલિયન અંતર્ગત આ કાર લોન્ચ કરી છે. આ મિશનની જાહેરાત કંપનીએ ઓટો એક્સ્પો 2020માં કરી હતી. કંપનીની આગામી 2 વર્ષમાં એક મિલિયન એટેલે 10 લાખથી વધુ ગ્રીન વ્હીકલ્સ સેલ કરવાની યોજના છે.

No comments