4 દિવસ પહેલા યુવકો ડૂબ્યા હતા ત્યાંથી જ જીવના જોખમે પસાર થવા સ્થાનિકો મજબુર
છેલ્લા 10 દિવસ થી ઉપરવાસમાં અવિરત પડી રહેલા વરસાદને લઈ કપરાડા અને ધરમપુરને જોડતો માની ગામનો પાર નદી પર કોઝવે પાણીમાં છે જ્યાં 15 થી 20 ગામ ના લોકો જાનના જોખમેં પુલ પરથી વાહન લઈ તેમજ ચાલતા લોકો અવર જવર કરે છે.આ એજ જગ્યા છે જ્યાં 4 દિવસ પેહલા 4 યુવકો ડૂબ્યા હતા અને 3 ને ગામ લોકો એ બચાવ્યા હતા અહીંના લોકોની હાલત વરસાદને લઈ કફોડી બની છે
કપરાડા તાલુકામાં સતત 10 દિવસોથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે માની ગામની પાર નદી મહારાષ્ટ્ર માંથી આવે છે કપરાડા માની અને ધરમપુરના ગામને જોડાયેલી પાર નદી પુલ આવેલો છે આ પુલ બે તાલુકાના 15 થી 20 ગામના લોકો અવર જવર કરે છે ચોમાસામાં વરસાદ સતત પુલ પાણી ચઠી જવાથી પણ લોકો અવર જવર કરે છે અહીં અનેક અકસ્માતના બનાવો બન્યા છે.
ઘણા વર્ષો થી લોકોની માંગ છે ઊંચો પુલ બને જે થકી લોકોની સમસ્યા હલ થઈ શકે છે માની ગામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માજી. મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ, કાશીરામ રાણા ગુજરાત તમામ નેતાઓ માની ગામે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી પણ માની ગામના લોકોની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી માની ગામથી વહીવટી તંત્ર પણ અજાણ નથી પણ સમસ્યાઓ કોઈને પડી નથી ત્યારે અહીંના લોકો ની એકજ માંગ છે કે નિચાણવાડો આ બ્રિજ હવે ઉંચો બને તંત્ર તેમજ સરકારી બાબુ ઓ આ વિશે કંઈક વિચારે એ જરૂરી બન્યું છે.

No comments