Translate

નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ETrance+ લોન્ચ થયું, જાણો કેટલી છે એની કિંમત

 

IIT હૈદરાબાદ ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ Pure EVએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર મોડેલ ETrance+ લોન્ચ કર્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શો રૂમ કિંમત 56,999 રૂપિયા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર રેડ, બ્લુ, મેટ બ્લેક અને ગ્રે આ ચાર કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ સ્કૂટરમાં 1.25KWH પોર્ટેબલ બેટરી આપવામાં આવી છે, જે તેને 65 કિમીની ઓન રોડ રેન્જ આપે છે.


ETrance+ ઇલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડ કલાક દીઠ 25 કિમી છે અને આ સ્કૂટને ફુલ ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગે છે. Pure EVનું કહેવુંછે કે, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર પાવરફુલ ચેસિસ પર બનેલું છે અને તેની બોડી ડિઝાઇન ભારતના રસ્તાઓ પ્રમાણે કરવામાં આવી છે. આ સ્કૂટરમાં રિજનરેટિવ બ્રેકિંગ, eABS અને એક SOC ઇન્ડિકેટર આપવામાં આવ્યું છે, જે બચેલી બેટરીની કેપેસિટી બતાવે છે.

Pure EV આ મોડેલનું હાઇ સ્પીડ વેરિઅન્ટ લાવવાની તૈયારીમાં છે, જે ડિસેમ્બર 2020માં સર્ટિફાઇડ થઈ જશે. આ મોડેલને 69,999 રૂપિયાની કિંમતે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ મોડેલની ઓન રોડ રેન્જ 90 કિમી અને તેની ટોપ સ્પીડ કલાક દીઠ 55 કિમી હશે.

No comments