Gmail નું સર્વર ડાઉન
ગૂગલના મેલબૉક્સનો (Gmail) ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર છે. હકીકતમાં ભારતમાં જીમેલ સર્વર ડાઉન થઈ ગયું છે. ગુરુવારે સવારથી જ યૂઝર્સને જીમેલથી ઇમેલ મોકલવામાં અને ફાઇલ અટેચ કરવામાં સમસ્યા આવી રહી છે. આ ઉપરાંત જીમેલ સાથે જોડાયેલી અનેક સેવા પ્રભાવિત થઈ છે. ગૂગલ ડ્રાઇવને લઇને પણ લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. આ ઉપરાંત યુ-ટ્યૂબ પર વીડિયો અપલોડ કરવામાં પણ સમસ્યા આવી રહી છે.
યૂઝર્સની ફરિયાદ બાદ કંપનીએ સ્વીકાર્યું છે કે અમુક યૂઝર્સ માટે જીમેલ ડાઉન છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમેલ પર એક્ટિવ યૂઝર્સની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે સર્વિસ ડાઉન થઈ છે. ભારત સહિત દુનિયાભરમાં અનેક યૂઝર્સ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલ કંપની સર્વરને ફરીથી શરૂ કરવા માટેના પ્રયાસો કરી રહી છે.
ઇન્ટરનેટ પર નજર રાખતી ડાઉનડિટેક્ટર વેબસાઇટના જણાવ્યા પ્રમાણે 20 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે આ સમસ્યા આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધારે 62 ટકા સમસ્યા ફાઇલ અટેચ કરવામાં આવી રહી છે. 27 ટકાને લોગઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે. જ્યારે 10 ટકા લોકો સંદેશ નથી મેળવી રહ્યા. જીમેલ પર ફાઇલ અટેચ કર્યા બાદ તે આપમેળે બીજી વખત અટેચ થવા લાગે છે. ગત મહિને પણ જીમેલમાં ખામી હતી હતી. ત્યારે યૂઝર્સને લોગઇન કરવામાં સમસ્યા નડતી હતી.

No comments