વલસાડ શહેર રિક્ષા એસો. મહામંત્રી દારૂ સાથે ઝડપાયો - valsad
વલસાડ શહેર રિક્ષા એસોશિએશનના મહામંત્રી તરીકે પદ સાંભળતા અશોક રામપ્રસાદ તિવારી સાથે બે મહિલા બુટલેગર ની કરી ધરપકડ
વલસાડ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ, તેમજ ટીમ વલસાડ લીલાપુર કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિક્ષામાં દારૂ હોવાની બાતમી મળતા બાકી વાળી રીક્ષા નંબર જીજે /15/ વાય / 7673 મેં અટકાવીને તપાસ કરતા દારૂની બાટલી નંગ 135 કિંમત 4215 મોબાઇલ અને રીક્ષા મળી કુલ 42,150 ના મુદ્દામાલ સાથે રિક્ષાચાલક અશોક રામપ્રસાદ તિવારી રહે. હાઉસિંગ બ્લોક, તિથલ રોડ વલસાડ , નીરૂબેન રાજુભાઈ નાયકા રહે. ઉંટડી તા. જિ. વલસાડ તથા કલ્પનાબેન હરેશભાઈ કોળી પટેલ રહે. ભાઠલા તાલુકો ગણદેવી જીલ્લો નવસારી ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

No comments