Translate

ધરમપુરના બીલપુડી ચાર રસતા પાસે કાર માં લાગી આગ પરિવાર જનો નો આબાત બચાવ

 

ધરમપુરના બીલપુડી બાયપાસ ચાર રસ્તા પાસે એક ફંટી કાર નંબર GJ 15 DD 8778 ના બોનેટમાં આગ લાગતા  કારમાં સવાર પરીવાર નીચે ઉતરી પડતા બચાવ થયો હતો. ત્યાં આગળ હજાર લોકોએ આગ ઉપર પાણી છાંટયું હતું. આ દરમ્યાન જાણ થતા આવી પોહચેલા પાલિકા ફાયર વિભાગ ના જવાનોએ આગ પર પાણી છાંટી આગ બુઝાવી હતી. સ્થળ ઉપરથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના કપરાડામાં બાઇકની ગેરજ ચલાવતા પરીવાર કારમાં વાંસદાથી કપરાડા જવા નિકલ્યા બાદ બીલપુડી બાયપાસ ચાર રસ્તા પર ફ્રુટ લેવા ઉભા રહ્યા હતા. જે બાદ કાર ચાલુ કરી જવા નીકળ્યા હતા. અને તરતજ બોનેટમાં આગ લાગતા નિહાળી પરિવાર ગાડીમાંથી નીચે ઉતરી પડયા હતા. અને ગાડી ટેકરા પરથી નીચે ઉતરી વડ ના ઝાડ પાસે અટકી ગઈ હતી. આ દરમ્યાન આગ ઉપર ત્યાં હાજર લોકોએ પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયાસો કર્યા હતા. જે વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આવી આગ બુઝાવી હતી. આ ઘટનાના કોઈ જાનહાની નાહી થઈ હતી.


No comments