વલસાડ એલ.સી.બી અને ટાઉન પોલીસે લાખો રૂપિયા નો દારૂ ઝડપી પડ્યો
વલસાડ એલ.સી.બી તેમજ ટાઉન પોલીસે લાખ્ખો રૂપિયા નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડ ના એસ.પી ડૉ.રાજદીપસિંહ ઝાલા અને વલસાડ એલ.સી.બી પીઆઇ / ડી.ટી.ગામીત ની સૂચન અને માર્ગ દર્શન થી પોલીસ કર્મી મહેશભાઈ રાવણ ની બાતમી ના આધારે ગતરોજ પેટ્રોલિગ દરમિયાન વલસાડ ના ધરમપુર રોડ, આર.પી એફ. ગ્રાઉન્ડ પાસેથી એક અર્ટિગા કર નંબર જીજે 15 સી.જી 7433 અને ફોર્ડ ફિગો કર નંબર જીજે 15 સી.એ 9991 માંથી વિદેશી દારૂ ના જથ્થા સાથે 3 આરોપીઓ ને ઝડપી પડ્યો હતો.
જેમાં આરોપી (1) શુભમ સીંગ રામદુલા સીંગ રાજપૂત ઉ.વ. 24, રહે. મોતીવાડા, આઇશ કમ્પની ની બાજુમાં તાલુકો પારડી, જિલ્લો વલસાડ, (2) હાર્દિક રાજુભાઈ તિવારી ઉ.વ. 32 રહે. તિથલરોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 12, વલસાડ (3) રમઝાન બાપુજી સમા ઉ.વ. 29 રહે. સહીદચોક ઘાંચીવાડ મદીના કોમ્પ્લેક્ષ વલસાડ નાઓ પાસેથી રૂપિયા 66 હાજર નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો અને અર્ટિગા કર ની કિંમત 8 લાખ અને ફોર્ડ ફિગો કર ની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ મુદામાલ રૂપિયા 11 લાખ 74 હાજર નો કબ્જે કરીયો હતો સાથે રૂરલ પોલીસ ની હદમાં એક આર્ટિક કાર નંબર ડી.એન. 09- એલ. 8927 માંથી દારૂ જઈ રહીયો હોવાની બાતમી મળતા વલસાડ એલ.સી.બી પોલીસે ગાડી નો પીછો કરી દારૂની ગાડી ને ઝડપી પડી હતી. અને આરોપી કાર મૂકી ભાગી છૂટ્યો હતો. અને કાર માંથી રૂપિયા 1 લાખ નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો અને કાર ની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ મુદામાલ રૂપિયા 6 લાખ નો કબ્જે કરી આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.



No comments