Translate

કાર ડિવાયડર કૂદી ટેમ્પોમાં અથડાય : તબીબનું મોત

 

વાપી ને. હાઇવે સ્થિત રવિવારે મુંબઈથી અમદાવાદ જઈ રહેલા તબીબને અકસ્માત નડ્યો હતો. તબીબની કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર જતાં સામેથી આવી રહેલા ટેમ્પોમાં ભટકાઈ હતી. હાઇવેના પાણી કારના કાચ ઉપર ઉડવાથી ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ડિવાયડર કૂદીને સામેના ટ્રેક ઉપર ટેમ્પા સાથે અથડાય હતી. માથામાં ઇજા થવાથી તબીબે સ્થળ પર દમ તોડી દીધો હતો.


મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા અને આયુર્વેદ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા 34 વર્ષીય ડૉક્ટર અમિત યાદવ રવિવારે કાર નંબર જીજે27 બીએસ 2507 લઈને મુંબઈથી અમદાવાદ ખાતે બનેવીને મળવા માટે નીકળ્યા હતા. બપોરે બે વાગે યુપીએલ ઓવરબ્રિજ ચઢતા પહેલા તેમની કાર હાઇવેના ડિવાઈડર સાથે અથડાયા બાદ કૂદીને અમદાવાદથી મુંબઈના ટ્રેક ઉપર જતી રહી હતી. તે જ સમયે પારડીથી માલ ભરીને સેલવાસ તરફ નીકળેલા ટેમ્પોમાં કાર ભટકાઇ હતી. હાઈવે પર ભરાયેલા પાણી કારના ફ્રન્ટ મિરર ઉપર આવતા ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થતાં તબીબે સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો. તબીબ પોતે જ કાર ડ્રાઇવ કરીને અમદાવાદ જઇ રહ્યા હતા જ્યારે કારમાં અન્ય કોઇ ઇસમ બેસેલો ન હતો. બનાવ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરાઈ હતી.


No comments