વલસાડ નગરપાલિકા સંચાલિત કોવિડ હોસ્પિટલ માંથી બે આરોપી ફરાર
વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે જિલ્લા એલસીબી એ બે ચોરીના આરોપીઓ ને ઝડપી આપડવામાં આવ્યા હતા જે આરોપીઓ દ્વારા વલસાડ ના સરીગામ ખાતે ચાલી અને મકાનો માંથી સોના-ચાદિ રોકડ રૂપિયા ની ચોરી કરી ફરાર થયા હતા બને આરોપીઓ કાલુ અને પ્રકાશ ને જિલ્લા એલસીબી ની ટીમે ઝડપી પાડ્યા હતા બે દિવસ અગાઉ ચોરી ના ઘુનામાં વલસાડ ના ભિલાડ પોલીસ સ્ટેશનમાં ઝડપાયા હતા ત્યાં થી એતો ને વલસાડ નગરપાલિકા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં પોઝિટિવ કેસ આવતા બને ને સારવાર આપવામાં આવી રહી હતી બે દિવસ થી વલસાડ નગરપાલિકા ની હોસ્પિટલમાં બને આરોપીઓ ને સારવાર આપવામાં આવી રહી હતી આખરે હોસ્પિટલ નો ફાયદો જોઈ પ્રકાશ અને કાલુ બને પોઝિટિવ આરોપી વલસાડ સરકારી હોસ્પિટલ માંથી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ હાલ કાલુ અને પ્રકાશ ને પકડી પાડવા જિલ્લામાં તમામ જગ્યાએ નાકાબંધી ગોઠવી વધુ તપાસ કરી રહી છે આરોપીઓ ફરાર થઈ જતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે


No comments