Kia Sonet નું ભારતમાં પ્રી-બુકિંગ શરૂ
કિઆ મોટર્સ 20મી ઓગસ્ટથી પોતાની નવી એસયુવી સોનેટ (Sonet)નું પ્રી-બુકિંગ શરૂ કરવા જઈ રહી છે. Kia Sonetનું પ્રી-બુકિંગ દેશભરમાં ઉપસ્થિત કિઆની ડીલરશીપ અથવા ઓનલાઈન કિઆ મોટર્સની વેબસાઈત www.kia.com/in પરથી કરી શકાય છે. આ શાનદાર SUVને ઘર લઈ જવા માટે ગ્રાહકે 25 હજાર રૂપિયાની ટોકન મની આપવાની રહેશે. કિઆ સોનેટની પહેલી ઝલક Auto Expo 2020માં જોવા મળી હતી. આ કારની ભારતીય માર્કેટમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.
કિઆ મોટર્સે બુધવારે જાહેરાત કરી હતી કે તે ઔપચારિક રીતે 20મી ઓગસ્ટથી નવી સોનેટ કોમ્પેક્ટ એસયુવીના પ્રી-બુકિંગને શરૂ કરશે. હાલમાં Sonet કારનું નિર્માણ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ભારતમાં 7મી ઓગસ્ટે આ કારનું ગ્લોબલ ડેબ્યૂ કર્યું હતું.
સેલ્ટોસની જેમ જ Sonetને પણ જીટી લાઈન અને ટેક લાઈન બંનેમાં વેચવામાં આવશે. એન્જિનની વાત કરીએ તો સોનેટમાં બે પેટ્રોલ એન્જિન ઓપ્શન 1.2 લીટર અને 1.0 લીટર ટર્બો જીડીઆઈ મળશે. ડીઝલ એન્જિન ઓપ્શન 1.5 લીટર ટર્બો હશે. ટ્રાન્સમિશન ઓપ્શન્સમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક અને 7 સ્પીડ DCT મળશે. સાથે જ 6 સ્પીડ IMT ટ્રાન્સમિશન ટેકનોલોજી પણ મળશે.
ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન, મેન્યુઅલ શિફ્ટ લિવરના કન્ટ્રોલથી ક્લચલેસ ગિયર શિફ્ટિંગ ઉપલબ્ધ કરાવે છે. ડીઝલ એન્જિનની સાથે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે, જે ફર્સ્ટ ઈન ક્લાસ ફીચર છે.




No comments