વલસાડ જિલ્લાના નાગરિકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય તો સ્વયં ટેસ્ટ કરાવી શકશે
વલસાડ જિલ્લામાં કોરાનાના સંક્રમણને રોકવા વલસાડ જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા શરૂ કરાયેલી ‘ઘર બેઠા સારવાર ડોકટર આપના દ્વાર'ની અનોખી પહેલનો ૧૫ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. આ સેવા ચાલુ રાખી વલસાડ જિલ્લાના કોઇપણ નાગરિકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાય અને પોતે ટેસ્ટ કરાવવા માંગતા હોય તો નજીકના સામુહિક- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લાનો કોઇપણ નાગરિક સ્વૈચ્છાએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી ટેસ્ટ કરાવી શકશે. વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ ઘટતું જતાં પરિસ્થિતિ અંકુશમાં આવતી જાય છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોમાં વિશ્વાસ ઊભો થાય અને જરૂરી જણાય તો કોરોના ટેસ્ટ કરાવે અને પોતે ભયમુક્ત બને તેવો પ્રયાસ હાથ ધરાયો છે.

No comments