Translate

અનલૉક-4 માં શું શરૂ થશે , આવી ગઈ નવી ગાઈડલાઈન

 


કેન્દ્રિય ગૃહમંત્રાલયે અનલૉક-4 સાથે જોડાયેલા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તારીખ 30 સપ્ટેમ્બર સુધી આ દિશા-નિર્દેશ ચાલુ રહેશે. સૌથી મોટી વાત એ છે કે અનલોક-4માં સમગ્ર દેશમાં મેટ્રો ટ્રેનની સેવા શરૂ થવા જઈ રહી છે. તારીખ 7 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે.

અનલોક-4માં સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ (કેટલીક વિશેષ ઘટના સિવાય) બંધ રહેશે. તારીખ 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજનીતિ સંલગ્ન, મનોરંજન અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા સમારોહને અનુમતિ મળશે. એક છતની નીચે વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાના પરિવારના સભ્યોની સહમતિ બાદ શિક્ષકોનું માર્ગદર્શન લઈને સ્કૂલે જઈ શકે છે.




No comments