Translate

દુબઈના ક્રાઉન પ્રિન્સની કરોડો રૂ.ની કાર પર પક્ષીએ આપ્યા ઈંડા તો પ્રિન્સે સુ કર્યું

 


દુનિયામાં એક વણલખ્યો નિયમ છે કે, જ્યારે કોઈ પક્ષી તમારા ઘરમાં કોઈક જગ્યાએ કે તમારી કોઈ વસ્તુ પર માળો બનાવે અને જો તે પક્ષી તેમાં ઈંડા મુકે તો તે માળાને ત્યાં જ રહેવા દેવામાં આવે અને તેમને હેરાન કરવાને બદલે એકલા છોડી દેવામાં આવે. આ જ નિયમ દુબઈ ક્રાઉન પ્રિન્સ અને કાર્યકારી પરિષદના અધ્યક્ષ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે પણ અનુસર્યો છે, જેને કારણે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને પોતાની કારની વિંડશીલ્ડ પર કબૂતના એક જોડાએ માળો બનાવ્યા બાદ તેમણે પોતાની Mercedes SUVનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે. હવે તેમણે પોતાની કારનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કબૂતરે બચ્ચાંને જન્મ આપ્યો છે અને તે પોતાના બાળકોની દેખરેખ કરતું દેખાઈ રહ્યું છે.



ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ક્રાઉન પ્રિન્સે પક્ષી અને તેના બાળકોને બતાવ્યા છે. શેખ હમદાને ક્લિપને શેર કરતા લખ્યું, ક્યારેક-ક્યારેક જીવનમાં નાની-નાની બાબતો પર્યાપ્ત કરતા વધુ હોય છે. પ્રિન્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને 24 કલાકમાં જ 1 મિલિયન કરતા વધુ વ્યુઝ મળી ચુક્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે અને પોતાની માતાની સાથે રમવા માંડે છે. થોડી જ વાર બાદ માતા પોતાના બાળકોને ખાવાનું ખવડાવે છે.લોકો ક્રાઉન પ્રિન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. 



No comments