આઇ.ટી.આઇ.વલસાડ(મહિલા)માં ઓગસ્ટ-૨૦૨૦ માટે ઓનલાઇન એડમીશન પ્રક્રિયા શરૂ
વલસાડ જિલ્લાના સરકારી આઇ.ટી.આઇ વલસાડ(મ), લીલાપોર, ખાતે ચાલતા જુદા-જુદા ટ્રેડો જેવા કે, ફીટર, વાયરમેન, કોમ્પ્યુટર ઓપ., પ્રોગ્રામીંગ આસી., COPA (મહિલા)(NCVT), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઇન્ટેનન્સ, ૩ડી પ્રિન્ટીંગ (એડીટીવ મેન્યુફેકચરીંગ ટેકનીશીયન), કોસ્મેટોલોજી(મહિલા), સુઇંગ ટેકનોલોજી(મહિલા), વેલ્ડર(NCVT) વગેરેમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦ ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. તેમાં ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૮/૨૦૨૦ અને રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તા.૨૧/૦૮/૨૦૨૦ છે. આ અંગે વધુ માહિતી માટે સરકારી આઇ.ટી.આઇ વલસાડ(મ), લીલાપોર વૈજનાથ મહાદેવ મંદિરની બાજુમાં, ઔરંગા રોડ, નાના પુલ પાસે, વલસાડનો સંપર્ક સાધવા આચાર્ય, ઓદ્યોગિક તાલીમ સંસ્થા, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments