Translate

ધરમપુરના વિવિધ સ્‍થળોએ ૭૦ હજારથી વધુ લોકોને આરોગ્‍યવર્ધક ઉકાળાનું વિતરણ


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, તિસ્‍કરી તલાટના ડૉ.સેજલ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍વયંસેવકોના સહયોગથી ૭૦ હજારથી વધુ લોકોને આરોગ્‍યવર્ધક ઊકાળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ વિતરણ કામગીરી માટે તા.૨૦/૦૭/૨૦૨૦ થી સાત દિવસ માટે દરરોજ ૮૦ લિટરથી વધુ ઉકાળો ૩ રાઉન્‍ડમાં બનાવવામાં આવતો હતો. વિવિધ વિસ્‍તારો જેવા કે, પ્રતાપબા પાર્ક, જાંબુડી પાસે, મોટા બજાર, દશોંદી સ્‍ટ્રીટ, લક્ષ્મી નારાયણ મંદિર, રામજી મંદિર, મહાલક્ષ્મી સોસાયટી, હનુમાન સ્‍ટ્રીટ, કુંભારવાડ, વીમળદેશ્વર મહાદેવ, હાથીખાના, ટાવર પાસે, ત્રણ દરવાજા, ગાર્ડન રોડ, નગરપાલિકા ઓફિસ, પોલીસ સ્‍ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા હેલ્‍થ ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ, લાઇબ્રેરી પાસે, જયાગૌરી પાર્ક વગેરે ૨૨ થી વધુ જાહેર જગ્‍યાઓ ઉપર ઉકાળા વિતરણનો લાભ લોકો દ્વારા લેવામાં આવ્‍યો હતો.

No comments