Translate

Beirut Blast: ધમાકાથી 3 માળ સુધી કારો ઉછળી, 73 લોકોનાં મોત અને 4000 ઘાયલ


લેબનાન (Lebanon)ની રાજધાની બેરૂત (Beirut blasts)માં મંગળવાર મોડી સાંજે દરિયાકાંઠે ઊભેલા જહાજમાં ભીષણ વિસ્ફોટ થયો. મળતી માહિતી મુજબ, આ જહાજ ફટાકડાઓથી ભરેલું હતું જેના કારણે એવો અનુભવ કરાયો કે આ સમજી-વિચારીને કરવામાં આવેલો બોમ્બ બ્લાસ્ટ છે. ધમાકો એટલો ભીષણ હતો કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બ્લાસ્ટથી કાર ત્રણ માળ સુધી ઉછળી ગઈ અને પાસે આવેલી અનેક બિલ્ડિંગ્સ એક ક્ષણમાં ધરાશાયી થઈ ગઈ. લેબનાનના સ્વાસ્ય્ં મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 73 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને લગભગ 4000 લોકો ઘાયલ થયા છે.


No comments