અભિનેતા સંજય દત્ત લીલાવતી હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ અભિનેતા સંજય દત્તની તબીયત બગડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અત્યારે સંજય દત્તને નોન કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બધું સારું રહેશે તો તેમને આવતી કાલે રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે.
સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહે છે. લોકડાઉન દરમિયાન પણ માન્યતા બંને બાળકો શહરાન અને ઈકરાની સાથે દુબઈમાં છે. સંજય દત્ત ઘણા સમયથી પોતાના ફેમિલીને મિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિાય ઉપર ફેમિલી સંગ ફોટો પોસ્ટ કરીને ભાવનાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા પોતાની પત્ની માન્યતાની સાથે બર્થડે વિશ કર્યો હતો. અત્યારે ચિંતાની વાત એટલા માટે નથી કારણ કે એક્ટરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમમે ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રાહત પણ મળી શકે છે.


No comments