હવે માસ્ક વગર પકડાયા તો 1 હજારનો દંડ, કાલથી રાજ્યમાં અમલવારી
રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આ માસ્કને લઈને અનલોક-1 દરમિયાન રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ જાહેર કર્યો હતો, ત્યારબાદ 200 રૂપિયા દંડથી વધારેના 500 રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ આજે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્ક વગર કરનારા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર હવે રાજ્યમાં માત્ર વગર ભરનારાઓની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નામદાર હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી એટલે કે 11મી ઓગસ્ટ મંગળવારથી સમગ્ર રાજ્યમાં જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના નાગરિકોને અપીલ કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન કરે, કારણ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છેઆમ, સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહે અને ઘરમાં રહીને તહેવારોની ઉજવણી કરે તેવી પણ અપીલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી હતી. હવે આ માસ્કનો પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. જે 11 ઓગસ્ટ મંગળવારે સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવશે.

No comments