Translate

૧૮૧-અભયમ દ્વારા મહિલા સ્‍વચ્‍છતા જાગૃતિ દિવસની ઉજવણી


વલસાડ જિલ્લામાં મહિલા સશક્‍તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા સ્‍વચ્‍છતા જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન દ્વારા જાહેર સ્‍થળો ઉપર સ્‍વચ્‍છતા જાળવવા તેમજ મહિલાઓને શરીરની સ્‍વચ્‍છતા જાળવવા તેમજ વેબીનારના માધ્‍યમથી મહાનુભાવો દ્વારા સ્‍વચ્‍છતાથી થતા ફાયદાઓ અંગે ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત મુશ્‍કેલીના સમયે ૧૮૧ નંબરનો ઉપયોગ કરવા અથવા સ્‍માર્ટ મોબાઇલમાં અભયમ હેલ્‍પલાઇન ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે સમજણ આપવામાં આવી હતી. મહિલાઓને પોતાના માસિકસ્ત્રાવ સમયે કપડાનો ઉપયોગ ન કરતાં શક્‍ય હોય તો બજારમાં મળતા પેડ તેમજ તેમનો વપરાશ કર્યા બાદ જમીનમાં દાંટી તેનો નાશ કરવા તથા આવા સમયે પોષણ યુક્‍ત આહારનો ઉપયોગ કરવા પણ જણાવ્‍યું હતું.

No comments