Translate

પારડી પાલિકા પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ

 


વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલી બબાલ માં જોરદાર ઝપાઝપી અને મારામારી ના દ્રશ્ય સર્જાતા ફરી એક વખત પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.. મહત્વપૂર્ણ છે કે ગઈ 24 તારીખે પારડી  નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમય નિયત સમયમર્યાદામાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવાર માટે ઉમેદવારી નહીં  નોંધાવતા ચૂંટણી અધિકારીએ 24 તારીખે ચૂંટણી મોકૂફ રાખી હતી..



આથી  આજે ફરી એક વખત પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે યોજાયેલી સભા પહેલા ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ઝપાઝપી અને બબાલ ના દ્રશ્યો સર્જાયા હતા ..એક સમયે બંને સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી સુધી મામલો પહોંચ્યો હતો.. આથી ધમાલિયા વાતાવરણ માં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ હતી.. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ના સભ્યો વચ્ચે બબાલ યથાવત રહેતા ચૂંટણી અધિકારીએ ફરી એક વખત ચૂંટણી મોકૂફ રાખી હતી... મહત્વપૂર્ણ છે કે પાડી નગર પાલિકામાં કુલ 28 નું સંખ્યાબળ છે. પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષો 14 ...14 બેઠક પર એટલે  એકસરખી બેઠક પરથી વિજેતા થયા હતા.m આથી પારડી નગરપાલિકામાં ટાઇ સર્જાઈ   હતી.. પરંતુ થોડા મહિના અગાઉ જ કોંગ્રેસમાંથી બળવો કરી કોંગ્રેસના ચાર સભ્યો ભાજપની છાવણીમાં બેસી ગયા હતા ..આથી ભાજપનું પલ્લુ ભારે રહ્યું હતું અને અત્યાર સુધી ભાજપ પારડી  નગરપાલિકા પર શાસન ચલાવી રહ્યું હતું .



જોકે આજે ફરી એક વખત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરી અગાઉ ભાજપની છાવણીમાં બેસી ગયેલા કોંગ્રેસના ચાર સભ્યો ઘર વાપસી કરી અને કોંગ્રેસ સાથે બેસી જતા ચૂંટણી ..સભા પહેલા જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી ..અને ઝપાઝપી ના  દ્રશ્યો સર્જાયા હતા    ..જેને કારણે વાતાવરણ ગરમાયું હતું ..તો બીજી તરફ  સત્તાધારી ભાજપના પણ  ત્રણ સભ્યો રહસ્યમય રીતે  ચૂંટણી પ્રક્રિયાથી દુર રહી હતા ..અને ચૂંટણીમાં સભામાં હાજર રહ્યા નહીં નહીં રહ્યા હતા.. આથી ભાજપના હાથમાંથી સત્તા છીનવાઈ જાય તેવી  પરિસ્થિતિ ઉભી થઈ હતી..આથી પારડી નગર પાલિકા પર સત્તા જમાવવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા  સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી ...આથી ચૂંટણી સભા પહેલા અને ચૂંટણી સભા વખતે પણ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે બબાલ યથાવત રહેતા પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ફરી એક વખત મોકૂફ  રહેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે..


No comments