Translate

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તાેરોમાં એપીસેન્ટદર અને કન્ટેજઇનમેન્ટ એરીયા જાહેર કરાયા


વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્‍તારોમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા.૦૩/૦૯/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

જે અનુસર જિલ્લામાં એ.પી.સેન્‍ટર જાહેર કરાયેલા વિસ્‍તારોમાં (૧) ઉમરગામ તાલુકાના કચીગામ, રાણા ફળિયા ખાતે આવેલી વિનોદભાઇની ચાલના લક્ષ્મણભાઇ કીર્તનભાઇ શાહનો રૂમ, (ર) વલસાડ તાલુકાના ચીંચવાડા મસ્‍જિદ ફળિયા ખાતે આવેલું કિશનભાઇ ઉત્તમભાઇ પટેલનું મકાન, (૩) ઉમરગામ તાલુકાના વલવાડા કાદવ ફળિયા ખાતે આવેલું જીતુભાઇ ભગુભાઇ હળપતિનું મકાન, (૪) વલસાડ તાલુકાના નનકવાડા દેસાઇવાડ, આરાધના સોસાયટી ખાતે આવેલું દિવ્‍યેશભાઇ ગમનભાઇ ગાંધીનું મકાન, (પ) ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ ખાતે આવેલું  અજયભાઇ રામચરણ ગુપ્‍તાનું મકાન, (૬) વાપી તાલુકાના છીરી, કંચન નગર ખાતે આવેલા ફલેટ નં.૨૦૩, બીજો માળ, દુર્ગા એપાર્ટમેન્‍ટ, મિલીન્‍દભાઇ સોપનરાવ ધુલેનું મકાન, (૭) વાપી નગરપાલિકા વિસ્‍તારમાં કોળીવાડ ભગત ફળિયા ખાતે આવેલું સંગીતાબેન રમેશભાઇ પટેલનું મકાન, (૮) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના મોટા બજાર, કાઝીવાડ ખાતે આવેલું ધવલભાઇ દિપકભાઇ ચૌહાણનું મકાન, (૯) વલસાડ તાલુકાના વાસણ વાઘલધરા રોડ ઉપર આવેલું ભાણાભાઇ રવજીભાઇ પટેલનું મકાન, (૧૦) વલસાડ તાલુકાના ચીંચવાડા, સ્‍કૂલ ફળિયા, રાજેશભાઇની ચાલમાં આવેલો બલ્લુભાઇ શર્માનો રૂમ, (૧૧) ઉમરગામ તાલુકાના સોળસુંબા, ફલેટ નં.૪૦૩, ચોથો માળ, શિવમ રેસીડેન્‍સી, મનીષભાઇ દાસ, (૧૨) ઉમરગામ તાલુકાના ટેંભી, રો.નં.૩, ભલારીયા કંપનીની ચાલ, રૂમ નં.૨૨ ખાતે આવેલું મહેન્‍દ્રભાઇ જગદીશભાઇ સિંગની રૂમ, (૧૩) કપરાડા તાલુકાના અસલકાંટી મૂળગામ ખાતે આવેલું મનશુભાઇ બલ્લુભાઇ દાપટનું મકાન, (૧૪) પારડી તાલુકાના રેંટલાવ, મોગરા ફળિયા રોડ ઉપર રેવટી રમણ પાર્કના રો-હાઉસ નં.૮-એના અવધ નારાયણ અનંત પાંડે અને કુમારી દિપેન્‍તી અવધ નારાયણ પાંડે, (૧પ) પારડી તાલુકાના ચીવલ, ડુંગરી ફળિયા ખાતે આવેલું દિવ્‍યાંગભાઇ રમણભાઇ પટેલનું મકાન, (૧૬) પારડી તાલુકાના કીકરલા, નાની કોવિંદી વાડ ખાતે આવેલું દેવ્‍યાની યોગેશભાઇ પટેલનું મકાનનો સમાવેશ થાય છે. 

  જ્‍યારે કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરાયેલા વિસ્‍તારોમાં (૧) ઉમરગામ તાલુકાના કચીગામ, રાણા ફળિયા ખાતે આવેલી વિનોદભાઇની ચાલ, (ર) વલસાડ તાલુકાના ચીંચવાડા મસ્‍જિદ ફળિયા ખાતે આવેલું કિશનભાઇ ઉત્તમભાઇ પટેલનું મકાન, (૩) ઉમરગામ તાલુકાના વલવાડા કાદવ ફળિયા ખાતે આવેલું જીતુભાઇ ભગુભાઇ હળપતિનું મકાન, (૪) વલસાડ તાલુકાના નનકવાડા દેસાઇવાડ, આરાધના સોસાયટી ખાતે આવેલાં દિવ્‍યેશભાઇ ગમનભાઇ ગાંધી,  દિનેશભાઇ ચંદ્રવદન ઠાકોર અને અલકાબેન ઇન્‍દ્રજીતભાઇ બલસારાનું મકાન મળી કુલ ત્રણ મકાન, (પ) ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ ખાતે આવેલાં  અજયભાઇ રામચરણ ગુપ્‍તા, ડાહીબેન પરસોત્તમભાઇ ટંડેલ અને અર્જુનભાઇ અપરમભાઇ ટંડેલનું મકાન મળી કુલ ત્રણ મકાનો, (૬) વાપી તાલુકાના છીરી, કંચન નગર ખાતે આવેલા દુર્ગા એપાર્ટમેન્‍ટના બીજા માળના તમામ ફલેટસ, (૭) વાપી નગરપાલિકા વિસ્‍તારમાં કોળીવાડ ભગત ફળિયા ખાતે આવેલાં સંગીતાબેન રમેશભાઇ પટેલ, મુકેશભાઇ ચંદુભાઇ, ચિંતાબેન અને હસમુખભાઇનું મકાન મળી કુલ ચાર મકાનો, (૮) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના મોટા બજાર, કાઝીવાડ ખાતે આવેલાં ધવલભાઇ દિપકભાઇ ચૌહાણ, રશ્‍મિબેન એ. કંસારા, આબેદાબેન અને સૈયદકાઝીનું મકાન મળી કુલ ચાર મકાનો, (૯) વલસાડ તાલુકાના વાસણ વાઘલધરા રોડ ઉપર આવેલું ભાણાભાઇ રવજીભાઇ પટેલનું મકાન, (૧૦) વલસાડ તાલુકાના ચીંચવાડા, સ્‍કૂલ ફળિયા, રાજેશભાઇની ચાલ, (૧૧) ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે શિવમ રેસીડેન્‍સીના ચોથા માળના તમામ ફલેટસ, (૧૨) ઉમરગામ તાલુકાના ટેંભી, ભલારીયા કંપનીની ચાલના તમામ રૂમ, (૧૩) કપરાડા તાલુકાના અસલકાંટી મૂળગામ ખાતે આવેલાં મનશુભાઇ બલ્લુભાઇ દાપટ, કાળુભાઇ બલ્લુભાઇ દાપટ અને જીતેશભાઇ કિશનભાઇ દાપટનું મકાન મળી કુલ ત્રણ મકાનો, (૧૪) પારડી તાલુકાના રેંટલાવ, મોગરા ફળિયા રોડ ઉપર રેવટી રમણ પાર્કના રો-હાઉસ નં.૭, ૮ અને ૮-એ મળી કુલ ત્રણ રો-હાઉસ, (૧પ) પારડી તાલુકાના ચીવલ, ડુંગરી ફળિયા ખાતે આવેલાં દિવ્‍યાંગભાઇ રમણભાઇ પટેલ, લક્ષ્મીબેન ગજુભાઇ પટેલ અને ઝીણાભાઇ છનીયાભાઇ પટેલ મળી કુલ ત્રણ મકાનો, (૧૬) પારડી તાલુકાના કીકરલા, નાની કોવિંદી વાડ ખાતે આવેલાં દેવ્‍યાની યોગેશભાઇ પટેલ અને જયેશભાઇ વિનોદભાઇ પટેલનું મકાન મળી કુલ બે મકાનોનો સમાવેશ થાય છે. 

 ઉક્‍ત તમામ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે. 

આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલયે અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલી આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. 

આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


2 comments: