Translate

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્‍તારોમાં એપીસેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરાયા - valsad


વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્‍તારમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા.૧૪/૦૯/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

            વલસાડ જિલ્લાના (૧) ઉમરગામ નગરપાલિકા વિસ્‍તારના એસ.વી.રોડ પર આવેલા નારાયણભાઇ ગંગારામ ઇન્‍દુલકરનું મકાન, (૨) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના ખાટકીવાડ ખાતે આવેલા નઝીરાબાનુ મહમુદ બુલેખાનું મકાન, (૩) વાપી નગર પાલિકા વિસ્‍તારના નુતન નગર ખાતે આવેલા ફલેટ નં.૧૦૬, પ્રથમ માળ, કર્મભૂમિ-બી બિલ્‍ડીંગ, મનસુખ તુલસીભાઇ પરમાર, (૪) વલસાડ તાલુકાના પાલણ, તળાવ ફળીયા ખાતે આવેલા કમુબેન ઠાકોરભાઇ રાઠોડનું મકાન, (૫) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના રાખોડીયા તળાવ ખાતે આવેલા પ્રાર્વતીબેન મંગુભાઇ પટેલનું મકાન, (૬) ધરમપુર નગરપાલિકા વિસ્‍તારના મસ્‍જીદ ફળીયા ખાતે આવેલા ચેતનભાઇ ગુલાબ ભાવસાર પ્રિતિબેન ચેતનભાઇ ભાવસારનું મકાન, (૭) કપરાડા તાલુકાના સુખાલા કુકણ ફળીયા ખાતે આવેલા શંકરભાઇ જીવલાભાઇ પટેલ, સીતાબેન શંકરભાઇ પટેલનું મકાન, (૦૮) વલસાડ તાલુકાના રોલા, મોટા ફળીયા ખાતે આવેલા હીનાબેન કાંતીલાલ પટેલનું મકાનને એ.પી. સેન્‍ટર તરીકે જાહેર કરાયા છે.

            વલસાડ જિલ્લાના (૧) ઉમરગામ નગર પાલિકા વિસ્‍તારના એસ.વી.રોડ પર આવેલા નારાયણભાઇ ગંગારામ ઇન્‍દુલકરનું મકાન અને બાજુમાં આવેલા બંધ મકાન મળી કુલ-૨ મકાનો, (૨) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના ખાટકીવાડ ખાતે આવેલા નઝીરાબાનુ મહમુદ બુલેખાનું મકાન, ઇકબાલ અબુબક ભંખીયા, બિલ્‍કિસ જી.ચાંદજી, બુલાખા જનરલ સ્‍ટોર મળી કુલ-૩ મકાનના પ્રથમ માળ સહિત તથા એક દુકાનનો તમામ હદ વિસ્‍તાર, (૩) વાપી નગરપાલિકા વિસ્‍તારના નુતન નગર ખાતે આવેલા કર્મભૂમિ-બી બિલ્‍ડીંગના પ્રથમ માળના તમામ ફલેટ, (૪) વલસાડ તાલુકાના પાલણ, તળાવ ફળીયા ખાતે આવેલા કમુબેન ઠાકોરભાઇ રાઠોડનું મકાન, ભીખીબેન ઢેડીયાભાઇ રોઠોડનું મકાન સુધી આવેલા કુલ-૬ મકાનો, (૫) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના રાખોડીયા તળાવ ખાતે આવેલા પાર્વતીબેન મંગુભાઇ પટેલનું મકાન અને બાજુમાં આવેલ મંદિર મળી કુલ-૨ મકાન અને એક મંદિરનો તમામ હદ વિસ્‍તાર, (૬) ધરમપુર નગરપાલિકા વિસ્‍તારના મસ્‍જીદ ફળીયા ખાતે આવેલા ચેતનભાઇ ગુલાબ ભાવસાર પ્રિતિબેન ચેતનભાઇ ભાવસારનું મકાન, હરેશભાઇ ચુનીલાલ મીષાી, યોગેશભાઇ ચુનીલાલ મીષાીનું મકાન મળી કુલ-૩ મકાનો, (૭) કપરાડા તાલુકાના સુખાલા કુકણ ફળીયા ખાતે આવેલા શંકરભાઇ જીવલાભાઇ પટેલ, સીતાબેન શંકરભાઇ પટેલનું મકાન, (૦૮) વલસાડ તાલુકાના રોલા, મોટા ફળીયા ખાતે આવેલા હીનાબેન કાંતીલાલ પટેલનું મકાન, ડાહયાભાઇ લલ્લુભાઇ પટેલ, રમેશભાઇ ધીરૂભાઇ પટેલનું મકાન મળી કુલ-૩ મકાનોના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરાયા છે.

 ઉક્‍ત તમામ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

            આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.      


No comments