Translate

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાનો વરસાદ

 

વલસાડ જિલ્લામાં તા.૧૯/૦૮/૨૦૨૦ ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૧૨ મી.મી., કપરાડા તાલુકામાં ૧૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૧ મી.મી., પારડી તાલુકામાં ૧૮ મી.મી., વલસાડ તાલુકામાં ૩૩ મી.મી. અને વાપી તાલુકામાં ૦૭ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં ૧૫૯૦ મી.મી., કપરાડા તાલુકામાં ૧૩૯૬ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૨૪૭ મી.મી., પારડી તાલુકામાં ૧૦૫૧ મી.મી., વલસાડ તાલુકામાં ૧૪૩૭ મી.મી. અને વાપી તાલુકામાં ૧૧૪૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે તા.૧૯મી ઓગસ્‍ટ- ૨૦૨૦ના રોજ સવારે ૦૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ઉમરગામ તાલુકામાં ૨૫ મી.મી., કપરાડા તાલુકામાં ૪૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૫ મી.મી., પારડી તાલુકામાં ૧૨ મી.મી., વલસાડ તાલુકામાં ૫૩ મી.મી. અને વાપી તાલુકામાં ૦૬ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

No comments